
નવી દિલ્હી, 18 મે : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) ની 60મી મેચ આજે દિલ્હી કેપિટલ્સ (DC) અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચ અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ટોસ જીત્યા બાદ ગુજરાતે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં ટોસ જીત્યા બાદ ગુજરાતે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હીની ટીમે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં કે.એલ.રાહુલની સદીની મદદથી 199 રન કરી ગુજરાતને 200 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે GTએ એકપણ વિકેટ ગુમાવ્યા વગર ચેઝ કર્યો હતો. જેમાં સુદર્શન સાંઈએ સદી ફટકારી હતી જયારે કેપ્ટન ગિલ પણ 93 રને અણનમ રહ્યો હતો. આ જીત સાથે ગુજરાતના ૧૨ મેચમાં ૧૮ પોઈન્ટ થયા છે અને હવે ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે.
પહેલા બેટિંગ કરવા આવેલી દિલ્હીની શરૂઆત સારી રહી ન હતી. કેએલ રાહુલ અને ફાફે ધીમી શરૂઆત કરી હતી પરંતુ ચોથી ઓવરમાં જ ફાફ ડુ પ્લેસિસના રૂપમાં દિલ્હીને આંચકો લાગ્યો. આ વિકેટ અરશદ ખાને લીધી. પરંતુ આ પછી કેએલ રાહુલે ધીરજ બતાવી અને દિલ્હીની ઇનિંગ્સ સંભાળી.
બીજા છેડે અભિષેક પોરેલે પણ તેને ટેકો આપ્યો. કેએલ રાહુલે 35 બોલમાં અડધી સદી ફટકારી અને 10 ઓવર પછી દિલ્હીનો સ્કોર 80 રનને પાર પહોંચાડ્યો. અંતે, દિલ્હીને ૧૨મી ઓવરમાં બીજો ઝટકો લાગ્યો જ્યારે અભિષેક પોરેલ ૧૯ બોલમાં ૩૦ રન બનાવીને આઉટ થયો. પણ રાહુલ બીજા છેડે જ રહ્યો. 17મી ઓવરમાં અક્ષર પટેલની વિકેટ પડી ગઈ. અક્ષરે ૧૬ બોલમાં ૨૫ રન બનાવ્યા.
દિલ્હી કેપિટલ્સ (પ્લેઇંગ ઇલેવન)
ફાફ ડુ પ્લેસિસ, અભિષેક પોરેલ, સમીર રિઝવી, કેએલ રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, આશુતોષ શર્મા, વિપરાજ નિગમ, કુલદીપ યાદવ, ટી નટરાજન, મુસ્તફિઝુર રહેમાન.
ગુજરાત ટાઇટન્સ (પ્લેઇંગ ઇલેવન)
શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), શેરફેન રધરફર્ડ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, કાગીસો રબાડા, અરશદ ખાન, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, મોહમ્મદ સિરાજ, પ્રસીદ કૃષ્ણ.












