ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

iPhone 19 નહીં આવે? Apple સીધો iPhone 20 લોન્ચ કરવાની તૈયારીમાં, જાણો કારણ

iPhone 19 won’t come: ટેક જગતમાં ફરી એકવાર Appleને લઈને મોટી ચર્ચા શરૂ થઈ છે. રિપોર્ટ્સ મુજબ, Apple આગામી વર્ષે iPhone 19 સીરીઝ લોન્ચ નહીં કરે અને સીધી iPhone 20 સીરીઝ બજારમાં ઉતારશે. કારણ એ છે કે વર્ષ 2027માં iPhoneને 20 વર્ષ પૂર્ણ થશે અને કંપની આ ખાસ અવસરને યાદગાર બનાવવા માટે મોટો બદલાવ લાવવા જઈ રહી છે.

આ પહેલા પણ Appleએ 2017માં iPhoneના 10 વર્ષ પૂર્ણ થતાં iPhone 9ને સ્કિપ કરીને સીધો iPhone X લોન્ચ કર્યો હતો. હવે કંપની ફરી એવી જ સ્ટ્રેટેજી અપનાવશે તેવી ચર્ચા ચાલી રહી છે.

iPhone 20 માટે Appleની ખાસ તૈયારી

લીક્સ મુજબ, iPhone 20 Pro અને iPhone 20 Pro Max મોડલ્સને આંતરિક રીતે V73 અને V74 કોડનેમ આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોનમાં 2nm પ્રોસેસ પર આધારિત A21 Pro ચિપસેટ જોવા મળી શકે છે, જે અત્યાર સુધીનો સૌથી પાવરફુલ iPhone પ્રોસેસર બની શકે છે.

ડિઝાઇનની વાત કરીએ તો iPhone 20 સીરીઝ સંપૂર્ણપણે નવી દેખાવ સાથે આવી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, Apple ઓલ-ગ્લાસ યુનિબોડી ડિઝાઇન પર કામ કરી રહી છે, જેમાં Face ID અને સેલ્ફી કેમેરા ડિસ્પ્લેની અંદર જ છુપાયેલા રહેશે. એટલે કે, Dynamic Island અથવા કોઈ પણ પ્રકારનો નોચ દેખાશે નહીં.

એટલું જ નહીં, કંપની ફિઝિકલ બટન પણ દૂર કરી શકે છે. તેની જગ્યાએ સોલિડ-સ્ટેટ કેપેસિટિવ હેપ્ટિક ઝોન આપવામાં આવશે, જે ટચથી કામ કરશે અને બટન દબાવ્યા જેવો અનુભવ આપશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

વધુ બ્રાઇટ અને પાતળી ડિસ્પ્લે મળશે

તાજેતરની લીક્સ મુજબ, iPhone 20માં Samsung દ્વારા બનાવવામાં આવેલી નવી જનરેશનની ડિસ્પ્લેનો ઉપયોગ થઈ શકે છે. આ ડિસ્પ્લે હાલની સ્ક્રીનની સરખામણીએ વધુ બ્રાઇટ અને પાતળી હશે.

કર્વ્ડ ડિસ્પ્લેના કારણે ફોન હાથમાં વધુ કમ્ફર્ટેબલ લાગશે અને તેની સાઇડ્સ પણ વધુ પ્રીમિયમ દેખાશે. એવી પણ ચર્ચા છે કે Apple જો આ ટેક્નોલોજી અપનાવે તો Samsung પોતાની Galaxy S28 સીરીઝમાં પણ આવું ડિસ્પ્લે આપી શકે છે.

હાલ iPhone 18 Pro મોડલ્સ પર ચાલી રહ્યું છે કામ

Apple હાલમાં iPhone 18 Pro મોડલ્સ અને પોતાના પહેલા ફોલ્ડેબલ iPhone પર કામ કરી રહી છે. રિપોર્ટ્સ મુજબ, આ ડિવાઇસિસનું પ્રોડક્શન શરૂ થઈ ગયું છે.

iPhone 18 Pro મોડલ્સમાં નવા ચિપસેટ, પ્રાઇમરી કેમેરામાં વેરિએબલ અપર્ચર, મોટી બેટરી અને નવા કલર ઓપ્શન જેવી મોટી અપગ્રેડ્સ જોવા મળી શકે છે.

ટેક નિષ્ણાતો માને છે કે iPhone 20 સીરીઝ Apple માટે અત્યાર સુધીનો સૌથી મોટો ડિઝાઇન ચેન્જ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો : IND vs AFG: ચેન્નાઈ વનડે પહેલા BCCIએ કરી મોટી જાહેરાત

Back to top button