ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

IT કંપનીઓના રોકાણકારોને ભારે નુકસાન, ટેક મહિન્દ્રાથી લઇને ટીસીએસ સુધી, એમકેપમાં 25 ટકાનો ઘટાડો, જાણો કારણ

મુંબઇ, 13 ઓગસ્ટ, 2025: શેરબજારમાં ચાલુ વર્ષે સૌથી વધુ ઘટાડો આઇટી (IT)કંપનીઓના શેરમાં જોવા મળ્યો છે. બીએસઇ પર દેશની પાંચ સૌથી મોટી IT કંપીઓના શેર પાછલા સાત મહિનાઓમાં આશરે 25 ટકા સુધી ઘટી ગયા છે. આ પાછલા પાંચ વર્ષોમાં આ કંપનીઓનું સૌથી ખરાબ પ્રદર્શન છે. IT કંપનીઓના શેરોમાં આવેલા આ ઘટાડાનું કારણ કંપનીઓની કમાણીમાં ઘટાડો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)થી ઉત્પન્ન થયેલા પડકારો છે.

IT શેરોમાં ઘટાડો કેમ આવ્યો?

હકીકતમાં ઇન્ફોસિસ, વિપ્રો, ટીસીએસ, ટેક મહિન્દ્રા અને એચસીએલ ટેકનોલોજીસનું કુલ માર્કેટ કેપ (બજાર મૂડીકરણ) ઘટીને શુક્રવારે 24.96 ટ્રિલીયન રૂપિયા રહ્યુ હતું, જે પાછલા વર્ષે ડિસેમ્બરમાં 32.67 ટ્રિલીયન રૂપિયા હતું.

બીજી બાજુ IT કંપનીઓનો P/E (પ્રાઇસ ટુ અર્નીંગ) રેશિયો ઘટ્યો છે, પાંચ ટોચની IT કંપનીઓની ટ્રેલિંગ પીઇ ડિસેમ્બર 2023માં 25.5 ગણી હતી, જે હવે ફક્ત 22.3 ગણી રહી છે. 2021ના ડિસેમ્બરમાં આ 36 ગણાના રેકોર્ડ સ્તરે પહોંચી ગઇ હતી. સૌથી વધુ નુકસાન ટીસીએસને થયું છે, જેનું માર્કેટ કેપ ચાલુ વર્ષે આશરે 26 ટકા ઘટ્યું છે. તેના સિવાય એચસીએલ ટેકનોલોજીસ 23.1, ઇન્ફોસિસ 24.3 ટકા, વિપ્રો 20.7 ટકા અને ટેક મહિન્દ્રાના માર્કેટ કેપમાં 13.2 ટકાનો ઘટાડો છે.

ઘટાડાના મુખ્ય કારણો

  • આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પડકાર અને પારંપારિક આઇટી સેવાઓની માંગમાં ઘટાડાની શક્યતા
  • અમેરિકી ટ્રેડ ટેરિફ નીતિઓ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા
  • ટીસીએસ દ્વારા મોટા પાયે છટણીની ઘોષણા, જેનાથી રોકાણકારોના વિશ્વાસને ઠેસ પહોંચી

આ પણ વાંચોઃ અંબાણી પરિવારની સંપત્તિ વધીને થઇ રૂ. 28 લાખ કરોડ!

Back to top button