ટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

આ વિજ્ઞાનીએ અંતરિક્ષમાં યોગ કરીને ભારતનું નામ કર્યું રોશનઃ નામ અને કહાણી ચોંકાવી દેશે

નવી દિલ્હીઃ 20 જૂન, 2025: Gaganyaan Mission: આજના યુગમાં યોગ અનેક લોકોના રોજિંદા જીવનનો એક ભાગ બની ગયો છે. પરંતુ શું તમે ‘પહેલા અંતરિક્ષ યોગી’ વિશે જાણો છો? શું તમે ક્યારેય વિચાર્યું છે કે, શૂન્ય ગુરુત્વાકર્ષણમાં યોગાસન કરવાનું કેવું હશે? જો યોગ એવી જગ્યાએ કરવામાં આવે જ્યાં હવા કે ગુરુત્વાકર્ષણ ન હોય તો શું થશે? આજે અમે તમને વિશ્વના પહેલા અંતરિક્ષ યોગી વિશે જણાવીશું. આ બીજું કોઈ નહીં પણ ભારતના રાકેશ શર્મા છે. જે ભારતના પહેલા અંતરિક્ષયાત્રી બનવાનું બિરુદ ધરાવે છે.

દુનિયાના પહેલા અવકાશ યોગી

રાકેશ શર્મા લગભગ 41 વર્ષ પહેલાં 3 એપ્રિલ 1984ના રોજ સોવિયેત યુનિયનના સોયુઝ ટી-11 રોકેટમાં અવકાશમાં ગયા હતા અને સેલ્યુટ 7 સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા હતા. રાકેશ શર્માએ અવકાશ યોગી બનવાની તેમની સફર વિશે વિગતવાર ચર્ચા કરી. રાકેશ શર્માએ જણાવ્યું કે, અવકાશમાં પોતાને ફિટ રાખવું ખૂબ મુશ્કેલ છે. ત્યાં કોઈ ગુરુત્વાકર્ષણ નથી. આવી સ્થિતિમાં, વ્યક્તિ શારીરિક રીતે સક્રિય રહી નથી શકતો. આ માટે અંતરિક્ષયાત્રી વિવિધ ઉપાય કરે છે.

અંતરિક્ષમાં તંદુરસ્ત રહેવા માટે કર્યા યોગ

રાકેશ શર્માએ જણાવ્યું કે, તે મિશન પર વિવિધ દેશોએ તેમના અંતરિક્ષયાત્રીને ફિટ રહેવા માટે અલગ-અલગ પદ્ધતિઓ અપનાવી હતી. પશ્ચિમી દેશોના અંતરિક્ષયાત્રીઓને પદ્ધતિ અલગ હતી. સોવિયેત યુનિયનના અંતરિક્ષયાત્રી અલગ-અલગ પગલાં અપનાવી રહ્યા હતા. આવી સ્થિતિમાં, અમે વિચાર્યું કે આપણે કંઈક અલગ કરવું જોઈએ. અમે ભારતીય પદ્ધતિથી પોતાને ફિટ રાખવા માટે એક યોજના બનાવી.

વિંગ કમાન્ડર રાકેશ શર્માએ કહ્યું કે, રવિશ સર અને મેં લોન્ચના ત્રણ-ચાર મહિના પહેલા તેની તૈયારી શરૂ કરી દીધી હતી. (રવિશ મલ્હોત્રા તે મિશનમાં રાકેશ શર્માના બેકઅપ હતા). મેં રશિયન રીતે તાલીમ લેવાનું બંધ કરી દીધું હતું. આ પાછળનો વિચાર એ હતો કે અમે જોવા માંગતા હતા કે અન્ય અંતરિક્ષયાત્રીઓની તુલનામાં યોગ આસન દ્વારા આપણે પોતાને કેવી રીતે અને કેટલી હદ સુધી ફિટ રાખી શકીએ છીએ. અમે લોન્ચ પહેલા, અવકાશમાં અને પૃથ્વી પર પાછા ફર્યા પછી ઉડાનના તમામ તબક્કાઓ માટે પોતાને તૈયાર કરવા માંગતા હતા.

અંતરિક્ષમાં યોગ કરવાનો અલગ અનુભવ

વાયુસેનાના પૂર્વ પાઇલટ રાકેશ શર્માએ જણાવ્યું કે, અંતરિક્ષમાં શૂન્ય ગુરુત્વાકર્ષણમાં યોગ કરવાનો અનુભવ સંપૂર્ણપણે અલગ હતો. અમે આમાંથી ઘણા પાઠ પણ શીખ્યા. જ્યારે તમે પૃથ્વી પર યોગ કરો છો, ત્યારે ગુરુત્વાકર્ષણ તમને સંતુલિત કરે છે. પરંતુ આ બધું અવકાશમાં નહોતું. આ માટે, અમે સ્થિતિસ્થાપક દોરડા સાથે એક હાર્નેસ તૈયાર કર્યો જેથી અમે ગુરુત્વાકર્ષણ અનુભવી શકીએ. પરંતુ તે છતાં, યોગ કરવું સરળ નહોતું.

જ્યારે રાકેશ શર્માને પૂછવામાં આવ્યું કે, અંતરિક્ષમાં રશિયન અંતરિક્ષયાત્રીઓના ફિટનેસ પ્લાનની સરખામણીએ ભારતીય પ્રકારે યોગ કરવું કેટલું ફાયદાકારક રહ્યું. જેના જવાબમાં તેમણે કહ્યું કે, બહુ ખરાબ નહતો. પરંતુ, પાક્કું નિષ્કર્ષ કાઢવું હોય તો વધુ પ્રયોગ કરવા જરૂરી છે.

યોગ નિષ્ણાત નિરાશ થયા હોત

રાકેશ શર્માએ વધુમાં કહ્યું કે, જો યોગના કોઈ નિષ્ણાતે મને અવકાશમાં યોગ કરતા જોયો હોત, તો તે નિરાશ થયો હોત અને વિચારતો હોત કે હું કેવા પ્રકારનો યોગ કરી રહ્યો છું. પરંતુ આમાંથી અમને એક પાઠ શીખવા મળ્યો કે જો તમે અવકાશમાં યોગ કરવા માંગતા હો, તો તમારે વધુ સારી હાર્નેસ લેવી જોઈએ.

ગગનયાન મિશનમાં પસંદ કરવામાં અંતરિક્ષ યાત્રીઓએ પોતાના પ્રયોગમાં યોગનો સમાવેશ કરવો જોઈએ કે નહીં, તેના જવાબમાં રાકેશ શર્માએ કહ્યું કે, આપણે અંતરિક્ષમાં યોગ કર્યાને ઘણો સમય વીતી ગયો છે. પરંતુ એક વસ્તુ જે બદલાઈ નથી તે છે માનવ શરીર વિજ્ઞાન. એવામાં, મને લાગે છે કે તે હજુ પણ સુસંગત રહેશે. જોકે, તેમને આ નક્કી કરવા દો. મારું માનવું છે કે પ્રથમ કેટલીક ફ્લાઇટ્સ માટે, સિસ્ટમનું પરીક્ષણ કરવું અને ખાતરી કરવી વધુ મહત્ત્વપૂર્ણ છે કે તે સમગ્ર મિશન દરમિયાન વિશ્વસનીય રહે. આ પ્રયોગો પછીના તબક્કામાં પણ કરી શકાય છે.

આ પણ વાંચોઃ ચમકદાર અને ગ્લોઈંગ ત્વચા માટે શું કરવું? આ ઘરેલું ઉપાયો કરશે મદદ

આ પણ વાંચોઃ રૂમાલનો ઉપયોગ વારંવાર કરવાથી સ્કિનને થઇ શકે છે નુકસાન, આ રીતે ત્વચાની સંભાળ રાખો

Back to top button