S&P: ભારતનું ઉત્પાદન ક્ષેત્ર વૈશ્વિક રોકાણકારો માટે આકર્ષક, આંતરરાષ્ટ્રીય વેપાર નીતિમાં ફેરફારથી લાભ

નવી દિલ્હી, 20 મે, 2025: ભારતે પોતાના ઉત્પાદન ક્ષેત્રને વૈશ્વિક રોકાણકારો માટે વધુ આકર્ષક બનાવવા માટે નોંધપાત્ર પ્રગતિ કરી છે. વૈશ્વિક વેપાર નીતિમાં ફેરફારોથી ભારતને લાંબા સમય સુધી લાભ રહેશે. S&P ગ્લોબલ ઇન્ડિયાએ સોમવારે એક અભ્યાસમાં જણાવ્યું હતુ કે અર્થવ્યવસ્થાઓના પોતાના બદલાતા વેપારને કારણે દરોના પડકારો સામે અનુકૂળ થવાની સાથે ભારતમાં ઉત્પાદન વધારવા અને વૈશ્વિક સપ્લાય ચેઇન સિંક્રોનાઇઝેશન માટે આ તકનો લાભ ઉઠાવી શકે છે. સ્તાનિક સ્તરે કામ કરાવવા, બજારો સાથે નીકટતા અને ક્ષેત્રીય સિંક્રોનાઇઝેશનથી આ ક્ષેત્રમાં વધુને વધુ રોકાણ આવશે. તેનાથી ભારતની ટેકનિકલ પ્રગતિ અને ઉત્પાદન પ્રતિસ્પર્ધામાં તેજી આવશે.
ઉચ્ચ ગુણવત્તાવાળી રોજગારીની તકો ઊભી થશે
અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં, વૈશ્વિક વેપાર નીતિમાં ફેરફાર સપ્લાય ચેઇનમાં વૈવિધ્યકરણને પ્રોત્સાહન આપશે, જે ભારત માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. આ સમય દરમિયાન, ઉત્પાદન ક્ષેત્રમાં ઉચ્ચ ગુણવત્તાની રોજગારીની તકો ઊભી થશે.
ભારતની બાહ્ય વેપાર પર ઓછી નિર્ભરતા
S&P ગ્લોબલે જણાવ્યું હતું કે, વાસ્તવિક GDP વૃદ્ધિ ધીમી હોવા છતાં, ભારત 2024-25માં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર રહ્યું છે. જોકે, વૃદ્ધિની દ્રષ્ટિએ ભારત બાહ્ય વેપાર પર ઓછી નિર્ભરતા ધરાવે છે. આ તેને વૈશ્વિક વેપાર અને ટેરિફ નીતિઓમાં ચાલી રહેલા ફેરફારોથી અમુક અંશે રક્ષણ આપે છે.
સરકારનો ઉત્પાદન ક્ષમતા મજબૂત કરવા પર ભાર
દેશના વાસ્તવિક GDPમાં ઉત્પાદન મૂલ્ય સંવર્ધનનો હિસ્સો 17.2 ટકા છે. સરકારે સ્થાનિક ઉત્પાદન ક્ષમતા વધારવા અને વૈશ્વિક પુરવઠા શ્રૃંખલાઓમાં ભારતની ભૂમિકાને મજબૂત બનાવવા માટે લક્ષિત નીતિગત પગલાં અમલમાં મૂક્યા છે. હાઇ-ફ્રિકવન્સી પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ ડેટા અન્ય મુખ્ય અર્થતંત્રોની તુલનામાં પડકારો સામે સ્થાનિક ઉત્પાદનની સ્થિતિસ્થાપકતા પર પ્રકાશ પાડે છે.
આ પણ વાંચોઃ અટારી બોર્ડર પર રિટ્રીટ સેરેમની શરૂ થશે, સાથે BSFએ આ મહત્વપૂર્ણ નિર્ણય પણ લીધો












