સોનાના મામલામાં પાકિસ્તાની સરકારથી હજ્જારો ગણી આગળ છે ભારતીય મહિલાઓ

મુંબઇ, 28 એપ્રિલ, 2025: કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન અને ભારત વચ્ચે સ્થિતિએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યુ છે, ત્યારે બીજી બાજુ પાકિસ્તાને પણ ભારત વિરુદ્ધ અનેક ફેંસલા લીધા છે. બન્ને દેશો વચ્ચેની સ્થિતિને જોતા એવા સવાલ ઉઠવા લાગ્યા છે કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધશે તો તેમની અર્થવ્યવસ્થાઓ પર શુ અસર પડશે. તેની સાથે જ બન્ને દેશોની સોનાની અનામતો પણ ચર્ચા શરૂ થઇ ગઇ છે. પરંતુ શુ તમે જાણો છો કે પાકિસ્તાન પાસે જેટલુ સોનુ છે તેના કરતા તો ભારતીય મહિલાઓ પાસે પડેલુ સોનું તેનાથી અનેક ગણુ વધારે છે.
પાકિસ્તાન પાસે કેટલી સોનાની અનામત
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (ડબ્લ્યુજીસી)ના રિપોર્ટ અનુસાર પાકિસ્તાન પાસે ડિસેમ્બર 2024 સુધી જે સોનું અનામતમાં હતુ તે 64.7 ટન હતું, તેની કિંમત આંકીએ તો તે 5.43 અબજ ડોલર થવા જાય છે. આના કરતા ભારતીય મહિલાઓએ વધુ સાચવ્યુ છે. રિઝર્વ બેન્કના આંકડાઓ અનુસાર ફક્ત ભારતીય પરિવારો પાસે જે સોનું પડ્યુ છે તે 25થી 27 હજાર ટનના બરોબર છે. સૌથી મોટી વાત એ છે કે આ સોનું ભારતની સોનાની અનામતથી અલગ છે, એટલે કે જો ફક્ત ભારતીય પરિવારોના સોના તરફના વલણને જોવામાં આવે તો તે સોનું પાકિસ્તાનની પાસે રહેલા સોનાથી અનેક હજાર ગણા વધુ થઇ જશે.
ભારત પાસે સોનાની કેટલી અનામત છે?
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર, ભારતમાં 876 ટન સોનું છે, જે રાષ્ટ્રીય અનામતમાં સામેલ છે. તે જ સમયે, જો આપણે સૌથી વધુ સોનાનો ભંડાર ધરાવતા દેશોની વાત કરીએ તો, અમેરિકા સૌથી આગળ છે. ડિસેમ્બર 2024 સુધીમાં, યુએસ પાસે 8,134 ટન સોનું હતું, જે વિશ્વમાં સૌથી વધુ છે. આ પછી જર્મની અને પછી ચીન આવે છે.
આ પણ વાંચોઃ ડેડલાઈન સુધી ભારત ન છોડનાર પાકિસ્તાનીઓએ ચૂકવવી પડશે આ કિંમત












