એશિયા કપની ફાઈનલમાં ટીમ ઈંડિયાની એન્ટ્રી, બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ જીતી ઈતિહાસ રચી દીધો

નવી દિલ્હી: એશિયા કપ 2025માં ભારતીય ટીમે સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં રમતા દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં 24 સપ્ટેમ્બરના રોજ બાંગ્લાદેશ વિરુદ્ધ રમાયેલી મેચમાં 41 રને જીત સાથે ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી લીધી છે. ટીમ ઈંડિયાને સુપર 4ની હજુ એક મેચ રમવાની બાકી છે, જે શ્રીલંકાની ટીમ વિરુદ્ધ 26 સપ્ટેમ્બર એટલે કે આવતી કાલે રમશે. ભારતીય ટીમને બાંગ્લાદેશ વિરુદ્ધ મળેલી જીત સાથે તેમણે એશિયા કપના ઈતિહાસમાં સૌથી વધારે મેચ જીતવાના મામલામાં શ્રીલંકન ટીમના રેકોર્ડને ચકનાચૂર કરતા તેમનાથી હવે લિસ્ટમાં આગળ નીકળી ગઈ છે.
ભારત એશિયા કપના ઇતિહાસમાં સૌથી વધુ જીત મેળવનાર ટીમ બની
ટીમ ઈન્ડિયાએ એશિયા કપના છેલ્લા ઘણા સમયથી સતત સારું પ્રદર્શન કર્યું છે, અને આ વખતે પણ, તેઓ અત્યાર સુધી ટુર્નામેન્ટમાં એક પણ મેચ હાર્યા નથી. બાંગ્લાદેશ સામે ભારતીય ટીમની જીત સાથે, તેઓ હવે એશિયા કપના ઇતિહાસમાં સૌથી વધુ જીત મેળવનાર ટીમ બની ગઈ છે. ટીમ ઈન્ડિયાએ એશિયા કપમાં અત્યાર સુધી કુલ 70 મેચ રમી છે, જેમાંથી 48 જીતી છે. શ્રીલંકા 71 મેચમાંથી 47 જીત સાથે યાદીમાં બીજા ક્રમે છે, જ્યારે પાકિસ્તાન 36 જીત સાથે યાદીમાં ત્રીજા ક્રમે છે.
એશિયા કપમાં સૌથી વધારે મેચ જીતનારી ટીમ
| ટીમ | જીત |
| ભારત | 48 |
| શ્રીલંકા | 47 |
| પાકિસ્તાન | 36 |
| બાંગ્લાદેશ | 15 |
ભારત ફાઇનલમાં પાકિસ્તાન અથવા બાંગ્લાદેશનો સામનો કરી શકે છે.
ભારતીય ટીમે તેની શરૂઆતની બંને સુપર ફોર મેચમાં જીત સાથે એશિયા કપ 2025 ના ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું, પરંતુ બીજા ક્રમે રહેલી ટીમનો નિર્ણય 25 સપ્ટેમ્બરે દુબઈમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ દ્વારા કરવામાં આવશે. આ મેચનો વિજેતા 28 સપ્ટેમ્બરે ટાઇટલ મેચમાં ભારતીય ટીમનો સામનો કરશે. એ નોંધવું જોઇએ કે એશિયા કપના ઇતિહાસમાં, ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યારેય ફાઇનલ રમાઈ નથી.
આ પણ વાંચો: મોટા સમાચાર: ચૂંટણી કાર્ડ માટે હવે આધાર અને મોબાઈલ નંબર ફરજિયાત હોવો જોઈએ, ચૂંટણી પંચે નિયમ બદલ્યો












