રિયાધમાં પત્ની સાથે વીડિયો કોલ પર થયેલા ઝઘડા બાદ ભારતીય પુરુષે આત્મહત્યા કરી – 6 મહિના પહેલા લગ્ન થયા હતા

મુઝફ્ફરનગર, 29 ઓક્ટોબર 2025: સાઉદી અરેબિયામાં એક ભારતીય પ્રવાસીએ આત્મહત્યા કરી લીધી છે. મૃતકની ઓળખ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના રહેવાસી 24 વર્ષીય આસ મોહમ્મદ અંસારી તરીકે થઈ છે. તેનું મૃત્યુ 26 ઓક્ટોબરના રોજ થયું હતું. તેણે તેની પત્ની સાનિયા સાથે વીડિયો કોલ પર થયેલા ઝઘડા બાદ આત્મહત્યા કરી હતી.
તે રિયાધમાં તેના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. સાનિયાએ સાઉદી અરેબિયામાં અન્ય સંબંધીઓને ફોન કરીને જાણ કરી હતી કે આસ મોહમ્મદ આત્મહત્યાનો પ્રયાસ કરી રહ્યો છે. તેઓ અન્સારીના ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં તે મૃત્યુ પામ્યો હતો. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સાઉદી અરેબિયામાં રહેતા યુવાનના સંબંધી અમજદ અલીએ જણાવ્યું હતું કે મૃતદેહને ભારત પરત લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
આસ મોહમ્મદ અંસારી અને સાનિયાના લગ્ન આ વર્ષે 7 એપ્રિલે થયા હતા. તે માત્ર અઢી મહિના પહેલા જ સાઉદી અરેબિયા પહોંચ્યો હતો. રિયાધ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:PM Modi બે દિવસ ગુજરાતની મુલાકાત લેશે, સવિસ્તાર જાણો શું છે કાર્યક્રમ












