ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

અમેરિકામાં ગુજરાતી યુવકની હત્યા: દુકાનમાં ગ્રાહક બનીને આવેલા શખ્સે ગોળી મારી દીધી

વોશિંગટન: અમેરિકાથી એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. મૂળ ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં આવેલા  કલોલ તાલુકાના ડિંગૂચા ગામના એક ગુજરાતી યુવકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. મૃતક ગુજરાતી યુવકની ઓળખ પરેશ પટેલ તરીકે થઈ છે, જે ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.

પ્રાથમિક અહેવાલો અનુસાર પરેશ પટેલ એક સ્ટોરમાં કામ કરતો હતો. ત્યારે લૂંટના ઈરાદે આવેલા હુમલાખોરે તેને સીધી ગોળી મારી દીધી હતી અને લૂંટ ચલાવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.

હાલ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે પરેશ છેલ્લા 10 વર્ષથી અમેરિકામાં રહેતો હતો અને ત્યાં જ નોકરી કરતો હતો. ઘટનાની જાણ થતાં સમગ્ર પંથકમાં સોંપો પડી ગયો છે અને પરિજનો પણ આઘાતમાં સરી પડ્યા છે.

આ પણ વાંચો: પાર્કિંગની જગ્યા હશે તો જ નવી કાર ખરીદી શકશો: ગુજરાતના પાડોશી રાજ્યમાં લાગૂ થયો નવો નિયમ

Back to top button