IND vs SA 1st Test: સાઉથ આફ્રિકા 153માં ઓલઆઉટ, ભારતને જીતવા મળ્યો આટલા રનો ટાર્ગેટ

કોલકાતા, તા. 16 નવેમ્બર, 2025: પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે દક્ષિણ આફ્રિકાની બીજી ઈનિંગ 153 રનમાં સમેટાઈ ગઈ હતી અને ભારતીય ટીમને જીતવા માટે 124 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. દક્ષિણ આફ્રિકા માટે કેપ્ટન તેમ્બા બાવુમાએ શાનદાર બેટિંગ કરી અને તે 55 રન બનાવીને અણનમ રહ્યો હતો. આજે ત્રણેય વિકેટ ફાસ્ટ બોલરે ઝડપી હતી. બુમરાહને એક અને સિરાજે એક જ ઓવરમાં બે વિકેટ લીધી હતી.
સૌપ્રથમ, જસપ્રીત બુમરાહે બૉશને આઉટ કર્યા, જે 25 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી, મોહમ્મદ સિરાજે સિમોન હાર્મર (7) ને બોલ્ડ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો અને પછી કેશવ મહારાજને ખાતું ખોલાવ્યા વિના LBW આઉટ કર્યો હતો. બીજા દિવસે ભારતીય સ્પિનરોએ દક્ષિણ આફ્રિકાની સાત વિકેટો ઝડપી હતી
Jasprit Bumrah 🤝 Timber strike
A crucial partnership broken, courtesy of that man again 👏👏
Updates ▶️ https://t.co/okTBo3qxVH#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank | @Jaspritbumrah93 pic.twitter.com/PKgje6HtRF
— BCCI (@BCCI) November 16, 2025
બીજા દિવસે ભારતે નજીવી સરસાઈ મેળવી હતી
દક્ષિણ આફ્રિકા સામે ભારતની પ્રથમ ઇનિંગ્સ બીજા દિવસે 189 રન પર સમાપ્ત થઈ હતી. ભારતે પ્રથમ ઇનિંગ્સમાં દક્ષિણ આફ્રિકા પર 30 રનની નજીવી સરસાઈ હાંસલ કરી. ભારતીય કપ્તાન શુભમન ગિલ બેટિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયા હતા, જેના કારણે તેઓ રિટાયર્ડ હર્ટ થઈને પેવેલિયન પરત ફર્યા હતા. ત્યારબાદ તેઓ બેટિંગ માટે ઉતરી શક્યા નહોતા, જેના કારણે નવ વિકેટ પડ્યા બાદ ભારતની પ્રથમ ઇનિંગ્સ સમાપ્ત થઈ ગઈ. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ઇનિંગ્સમાં 159 રન બનાવ્યા હતા.












