ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

ત્રીજી ટેસ્ટઃ રાહુલ સદી નજીક, જાણો લંચ સુધીની શું છે સ્થિતિ

લોર્ડ્સ, તા. 12 જુલાઈ, 2025: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડસમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ છે. લંચ સુધીમાં ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 248 છે. લંચ પહેલા જ રિષભ પંત 74 રન બનાવી રન આઉટ થયો હતો. કેએલ રાહુલ 98 રન બનાવી રમતમાં છે. ભારતીય ટીમના વિકેટકિપર પંતે સિક્સ મારીને ફિફ્ટી પૂરી કરી હતી.

ઇંગ્લેન્ડની ટીમ પહેલી ઇનિંગમાં 387 રન પર ઓલઆઉટ થઈ ગઈ. જેના જવાબમાં ભારતે બીજા દિવસે સ્ટમ્પ સુધી પોતાની પહેલી ઇનિંગમાં 3 વિકેટ પર 145 રન બનાવ્યા. ઋષભ પંત 19 અને કેએલ રાહુલ 53 રન પર અણનમ છે. રાહુલે 113 બોલનો સામનો કર્યો છે અને પાંચ ચોગ્ગા ફટકાર્યા છે. જ્યારે ઋષભ પંતે 33 બોલની પોતાની ઇનિંગમાં 3 ચોગ્ગા ફટકાર્યા છે.

બંને દેશો વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝ હાલ 1-1ની બરાબરી પર છે. સીરિઝનો પહેલો મુકાબલો લીડ્સમાં રમાયો હતો, જેમાં ઇંગ્લેન્ડની ટીમને 5 વિકેટથી જીત મળી હતી. ત્યારબાદ એજબેસ્ટન ટેસ્ટ મેચમાં ભારતે વાપસી કરતા યજમાન ટીમને 336 રનથી હરાવી હતી. હવે લોર્ડ્સ ટેસ્ટ મેચ જીતવાના ઇરાદાથી બંને ટીમો મેદાનમાં ઉતરી છે.

આ પણ વાંચોઃ અમદાવાદ પ્લેનક્રેશની તપાસની દિશા સામે અમને ગંભીર વાંધોઃ પાયલટ એસોસિયેશન

Back to top button