વિશેષસ્પોર્ટ્સ

બીજી T20 માં ઇંગ્લેન્ડ સામે ભારતનો પરાજય: જેકબ બેથેલની તોફાની ઇનિંગ, રવિ બિશ્નોઈની 1 ઓવર ભારતને મોંઘી પડી

India vs England 2nd T20I: ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામેની બીજી T20 મેચમાં હાથમાં આવેલી બાજી ગુમાવી બેઠી છે. માન્ચેસ્ટર ખાતે રમાયેલી આ રોમાંચક મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 190 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો, પરંતુ નબળી બોલિંગના કારણે ઇંગ્લેન્ડે આ લક્ષ્ય 1 ઓવર બાકી રાખીને 4 વિકેટ ગુમાવી સરળતાથી હાંસલ કરી લીધું હતું. ઇંગ્લેન્ડની આ જીતમાં યુવા બેટ્સમેન જેકબ બેથેલે વિસ્ફોટક અણનમ ફિફ્ટી ફટકારીને મુખ્ય ભૂમિકા ભજવી હતી.

રવિ બિશ્નોઈની ઓવર ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ

ભારતની હારનું મુખ્ય કારણ તેનો બોલિંગ વિભાગ રહ્યો હતો, જેમાં ખાસ કરીને લેગ સ્પિનર રવિ બિશ્નોઈએ ભારે નિરાશ કર્યા હતા. બિશ્નોઈએ પોતાની 4 ઓવરમાં કુલ 60 રન લૂંટાવ્યા હતા. મેચની 17 મી ઓવરમાં જ્યારે કેપ્ટન શ્રેયસ ઐય્યર તેને બોલિંગમાં લાવ્યો, ત્યારે તેણે 2 નો-બોલ ફેંકવા સહિત 3 છગ્ગા અને 1 ચોગ્ગો આપ્યો હતો. આ ઓવરમાં તેણે કુલ 27 રન આપ્યા, જેણે મેચનું પાસું પલટી નાખ્યું હતું. આ સાથે બિશ્નોઈ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક ઓવરમાં સૌથી વધુ રન આપનારો ભારતીય સ્પિનર બન્યો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

જેકબ બેથેલ અને સેમ કરનનું ઓલરાઉન્ડ પ્રદર્શન

ઇંગ્લેન્ડ તરફથી ડાબોડી બેટ્સમેન જેકબ બેથેલે માત્ર 46 બોલમાં 5 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી અણનમ 76 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. બોલિંગમાં સેમ કરને શાનદાર પ્રદર્શન કરતા 4 ઓવરમાં 33 રન આપીને 3 મહત્વની વિકેટ ઝડપી હતી, જેમાં તેણે અભિષેક શર્મા, ઇશાન કિશન અને શિવમ દુબેને આઉટ કરીને મધ્યમ ક્રમને ઝટકો આપ્યો હતો.

ભારતનો મધ્યમ ક્રમ નિષ્ફળ, અર્શદીપની મહેનત એળે ગઈ

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરનાર ભારતની શરૂઆત સારી રહી હતી. ઓપનર અભિષેક શર્માએ 24 બોલમાં 43 રન અને ઇશાન કિશને 49 રન બનાવ્યા હતા. ડેબ્યૂ મેચ રમી રહેલા વૈભવ સૂર્યવંશીએ 10 બોલમાં 14 રન અને તિલક વર્માએ 11 બોલમાં 24 રનનું યોગદાન આપ્યું હતું. જોકે, 13 મી ઓવર બાદ મધ્યમ ક્રમના બેટ્સમેનો રન બનાવવામાં સંઘર્ષ કરતા દેખાયા હતા અને ટીમે અંતિમ 33 બોલમાં માત્ર 34 રન જ બનાવ્યા હતા, જેના કારણે ટીમ 210 ના સંભવિત સ્કોર સુધી પહોંચી શકી નહોતી. ભારત તરફથી બોલિંગમાં માત્ર અર્શદીપ સિંહે લડત આપતા 40 રન આપી 3 વિકેટ લીધી હતી, પરંતુ તે ટીમને જીતાડવા માટે પૂરતી નહોતી.

આ પણ વાંચો: Ind Vs Eng: શ્રેયસ ઐય્યરે વૈભવ સૂર્યવંશીની કરી પ્રશંસા, જાણો શું કહ્યું

Back to top button