ટ્રેન્ડિંગનેશનલમીડિયા

Gen-Zને જોડવા RSSનો મોટો પ્લાન, 19 ઓગસ્ટથી શરૂ થશે બેઠક

Mohan Bhagwat : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસ (RSS) ની ત્રણ દિવસીય અખિલ ભારતીય સમન્વય બેઠક 19 થી 21 ઓગસ્ટ દરમિયાન આંધ્રપ્રદેશના તટીય શહેર વિશાખાપટ્ટનમમાં યોજાઈ રહી છે. આ મહત્વપૂર્ણ બેઠકમાં સંઘથી પ્રેરિત 32 સમવિચારી સંગઠનોના શીર્ષ પદાધિકારીઓ ભાગ લેશે. બેઠકની અધ્યક્ષતા સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત કરશે, જ્યારે સરકાર્યવાહ દત્તાત્રેય હોસબળે સહિત સંઘના તમામ સહ સરકાર્યવાહ અને મુખ્ય અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

19 ઓગસ્ટથી શરૂ થનારી મુખ્ય બેઠક પહેલાં જ 16 ઓગસ્ટથી સંઘના શીર્ષ પદાધિકારીઓની ‘કોર ગ્રુપ’ બેઠક યોજાશે. આ નાની ટોળીની બેઠકમાં ત્રણ દિવસ સુધી ચાલનારા ચિંતન-મંથનના એજન્ડાને આખરી ઓપ આપવામાં આવશે. મળતી માહિતી મુજબ, સંઘની સમન્વય બેઠકમાં ચર્ચાના કેટલાક મુખ્ય એજન્ડામાં નીચે જણાવેલ મુદ્દાઓ સામેલ થઈ શકે છે.

Gen Z અને યુવાનો સાથે જોડાણ: સુત્રોના જણાવ્યા અનુસાર, બેઠકનું એક મુખ્ય ધ્યાન ‘Gen Z’ (નવી પેઢી) સાથે અસરોકારક સંવાદ સ્થાપિત કરવા પર રહેશે. ડિજિટલ માધ્યમો અને સોશિયલ મીડિયા દ્વારા યુવાનોને સામાજિક મુદ્દાઓ સાથે જોડવાની રણનીતિ પર ચર્ચા થશે. આ કામમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ને અગ્રણી ભૂમિકા આપવામાં આવી શકે છે. તાજેતરમાં ઝારખંડના રાંચીમાં યુવાનોને લઈને કરવામાં આવેલા પ્રયોગોને એક મોડેલ તરીકે જોવામાં આવી રહ્યા છે.

 

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

સંગઠન વિસ્તાર અને નિમણૂકો: વિવિધ રાજ્યોમાં લાંબા સમયથી બાકી રહેલી સંગઠન મંત્રીઓની નિમણૂકો અને જવાબદારીઓની પુનઃવહેંચણી પર મંથન શક્ય છે. આ વિષય પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન સાથે વિચાર-વિમર્શ કર્યા પછી આખરી નિર્ણય લેવાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પંચ પરિવર્તન અને સામાજિક મુદ્દાઓ: બેઠકમાં સંઘ દ્વારા ચલાવવામાં આવી રહેલા ‘પંચ પરિવર્તન’ અભિયાનો, વસ્તી અસંતુલન, નશા મુક્તિ અને સામાજિક સમરસતા જેવા વિષયો પર ગહન ચર્ચા થશે.

સકારાત્મક વિમર્શનું નિર્માણ: તાજેતરના દિવસોમાં અયોધ્યા પ્રકરણ સાથે જોડાયેલા સમાચાર બાદ ઉદ્ભવેલા નકારાત્મક પ્રચારનો સામનો કરવા અને સંઘ પરિવાર તથા તેના પ્રત્યે સકારાત્મક જન-વિમર્શને વધુ મજબૂત કરવાની ભવિષ્યની રણનીતિ પર પણ વિચાર-વિમર્શ થઈ શકે છે.

3 દેશોના પ્રવાસે જશે મોહન ભાગવત

પંજાબ ચૂંટણીને ધ્યાનમાં રાખીને ત્યાંના સ્થાનિક મુદ્દાઓ અને સિખ સંગતો સાથે બહેતર તાલમેલ સાધવા અંગે પણ ચર્ચા થઈ શકે છે. અહીં એ જાણવું જરૂરી છે કે સંઘની અખિલ ભારતીય સમન્વય બેઠક પૂરી થયા પછી તરત જ સંઘ પ્રમુખ મોહન ભાગવત ત્રણ દેશોના પ્રવાસે વિદેશ જવાના છે. જેમાં ડૉ. ભાગવતનો કેનેડા પ્રવાસ અત્યંત મહત્વપૂર્ણ રહેશે. કેનેડામાં સિખ આંદોલનો સાથે જોડાયેલા ઘણા અગ્રણી નેતાઓ રહે છે અને ત્યાં કટ્ટરપંથી તાકાતોનો મોટો સમૂહ વસે છે. તેથી સંઘ પ્રમુખનો આ પ્રવાસ આ દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.

સમન્વય બેઠકમાં આ વિષયો પર ખાસ ધ્યાન

સમન્વય બેઠકમાં વસ્તી અસંતુલન, નશા મુક્તિ, યુવા જાગરણ અને સંઘના ‘પંચ પરિવર્તન’ જેવા વિષયો મુખ્યત્વે ચર્ચાઈ શકે છે. આ સિવાય સામાજિક મુદ્દાઓ સાથે જોડાયેલા અન્ય વિષયો પર પણ સંગઠનોના અનુભવો શેર કરવામાં આવે તેવી શક્યતા છે.

આ સમન્વય બેઠકનો મુખ્ય હેતુ સંઘ સાથે જોડાયેલા વિવિધ અનુષંગિક (સંબંધિત) સંગઠનો વચ્ચે બહેતર તાલમેલ જાળવવો, જમીની સ્તરના અનુભવો આપલે કરવા અને આગામી વર્ષ માટે સંયુક્ત કાર્યયોજનાની દિશા નક્કી કરવાનો છે. બેઠકમાં વિવિધ સંગઠનોના પદાધિકારીઓ પોતપોતાના ક્ષેત્રોના અનુભવો, પડકારો અને ભવિષ્યની કાર્યયોજના રજૂ કરશે. તેના આધારે આગામી સમયમાં સંઘ પરિવારના સંગઠનો વચ્ચે સમન્વય અને સંયુક્ત પ્રવૃત્તિઓને વધુ મજબૂત કરવાની દિશા નક્કી થવાની શક્યતા છે.

આ પણ વાંચો:આઝાદીના 79 વર્ષ, પરંતુ તમે ખરેખર કેટલા સ્વતંત્ર છો? જાણો તમારા અધિકારો

આ પણ વાંચો:અમદાવાદની પ્રખ્યાત ‘ગ્વાલિયા રેસ્ટોરન્ટ’ના ઘેવરમાંથી વાળ નીકળ્યો: AMC એ સીલ કરવાને બદલે માત્ર 10,000 નો દંડ ફટકાર્યો

Back to top button