અમેરિકાએ પાકિસ્તાનને આપી ચેતવણી: ભારતની સ્ટ્રાઈકનો જવાબ આપવાનું વિચારતા પણ નહીં

નવી દિલ્હી, 07 મે 2025: ભારતે પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરી દીધી છે. પહલગામ અટેકને લઈને ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ત્યાર બાદ હવે અમેરિકાએ પણ પાડોશી દેશને ચેતવણી આપી છે. વ્હાઈક હાઉસના સત્તાવાર સૂત્રોએ દાવો કર્યો છે કે અમેરિકી એનએસએ અને વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પાકિસ્તાનને ચેતવણી આપી છે.
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે, ભારતની સ્ટ્રાઈક વિરુદ્ધ કોઈ પણ પ્રકારની એક્શન લેવાનું પાકિસ્તાન વિચારે પણ નહીં. ભારત સામે જંગ કરવાની હોંશિયારી ન કરતા. સાથે જ ભારતને લઈને રુબિયોએ કહ્યું કે, ભારતને આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહીનો અધિકાર હતો. હવે ભારત તરફથી કરવામાં આવેલા આ એટેકના જવાબમાં પાકિસ્તાન કોઈ હુમલા ન કરવાનો પ્લાન બનાવે.
I am monitoring the situation between India and Pakistan closely. I echo @POTUS‘s comments earlier today that this hopefully ends quickly and will continue to engage both Indian and Pakistani leadership towards a peaceful resolution.
— Secretary Marco Rubio (@SecRubio) May 6, 2025
અમેરિકાએ પાકિસ્તાનને આપી ચેતવણી
તેની સાથે જ્યાં પાકિસ્તાન તરફથી ભારતને જવાબ આપવાની વાત થઈ રહી છે, તો વળી માર્કો રુબિયોએ પાકિસ્તાની એનએસએ સાથે વાત કરી શાંત બેસી રહેવા માટે કહ્યું છે. પાકિસ્તાનને અમેરિકાએ ચેતવણી આપી છે, ભારતની સ્ટ્રાઈકનો જવાબ આપવાનું વિચારતા પણ નહીં.
માર્કો રુબિયાએ આ એટેક બાદ સોશિયલ મીડિયા હેંડલ એક્સ પર પોસ્ટ કરતા કહ્યુંકે, હું ભારત અને પાકિસ્તાનની વચ્ચેની સ્થિતિ પર નજીકથી જોઈ રહ્યો છું. આજે પહેલા કરવામાં આવેલી ટિપ્પણીમાં આશા છે કે આ જલદી સમાપ્ત થઈ જશે અને શાંતિપૂર્ણ સમાધાનની દિશામાં ભારત અને પાકિસ્તાની નેતૃત્વ બંનેને સામેલ કરવાનું ચાલું રહેશે.
આ પણ વાંચો: સરકારને ફુલ સપોર્ટ: ભારતીય સેનાએ પહલગામ આતંકી હુમલાનો બદલો લેતા કોંગ્રેસ ગદગદ થયું












