ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

વિશ્વ સમક્ષ અમેરિકાની પોલ ખોલતું ભારતઃ પાંચ મહિનામાં રશિયા સાથે કર્યો 2.1 અબજ ડોલરનો વેપાર

નવી દિલ્હી, 6 ઓગસ્ટ, 2025: જગત જમાદાર એવું અમેરિકા અનેક દેશોને અમેરિકાના દુશ્મન દેશો સાથે વેપાર નહી કરવાની ધમકી આપી રહ્યા છે. પરંતુ તે પોતે જ પોતાના દુશ્મનો સાથે વેપાર કરી રહ્યાની ભારતે પોલ ખોલી નાખી છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બદલ ભારતને દંડ સ્વરુપે જંગી ટેરિફની ધમકી આપ્યા પછી ભારતે દુનિયા સમક્ષ અમેરિકા અને યુરોપીયન યુનિયનની પોલી ખોલી નાંખી છે. વિદેશ મંત્રાલયે દાવો કર્યો કે, રશિયા સાથે ભારતના વેપારનો વિરોધ કરનાર અમેરિકાએ પોતે જ 2025ના પહેલા પાંચ મહિનામાં રશિયા સાથે વેપાર 23 ટકા વધાર્યો હતો અને 2.1  અબજ ડોલરનો વેપાર કર્યો હતો.

વિદેશ મંત્રાલયે સીધા જ ડોનાલ્ડ ટ્રમ્પને આડે હાથે લેતા કહ્યું છે કે ટ્રમ્પ એક તરફથી રશિયન તેલ ખરીદવા માટે ભારતને અટકાવવા માટે જંગી ટેરિફની વાત કરે છે. પરંતુ અમેરિકા જ રશિયા પાસેથી તેના પરમાણુ આધારિત ઉદ્યોગો માટે રશિયા પાસેથી યુરેનિયમ, હેકઝાફલોરાઈડ, ઇલેક્ટ્રિક વ્હીકલ સેક્ટર માટે પેલેડીયમ, તેમજ ફર્ટિલાઇઝર્સ અને કેમિકલ્સ ખરીદે છે. વિદેશ મંત્રાલયે અમેરિકા અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય વેપાર પર પ્રકાશ પાડતા જ બંને દેશના સંબંધો સામે આવી ગયા છે. કેટલાક મીડિયા અહેવાલો મુજબ અમેરિકાએ જાન્યુઆરીથી મે 2025માં રશિયા સાથે વેપાર વધાર્યો છે.

2024માં પણ રશિયન માલની અમેરિકામાં આયાત ચાલુ હતી

અમેરિકન આંતરરાષ્ટ્રીય વેપાર કમિશનના આંકડા મુજબ વર્ષ 2024માં રશિયન માલની અમેરિકામાં આયાત ચાલુ રહી હતી, જેમાં ખાતર 1.1 અબજ ડોલર, પેલેડિયમ 878 મિલિયન ડોલર, યુરેનિયમ 624 મિલિયન ડોલર અને એરક્રાફ્ટ એન્જિન પાર્ટ્સ 75 અબજ ડોલરનો સમાવેશ થાય છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, અમેરિકા અને યુરોપીય યુનિયન અકારણ ભારતને નિશાન બનાવે છે. વાસ્તવમાં ભારત તો યુક્રેન યુદ્ધ શરૂ થયું તે પહેલાંથી રશિયા પાસેથી ક્રૂડ ખરીદીતું રહ્યું છે. બીજી તરફ યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી પણ યુરોપીય યુનિયનનો રશિયા સાથેનો વ્યાપાર 2023માં 67.5 અબજ યુરો સુધી પહોંચ્યો છે જ્યારે સેવાઓની ખરીદી 17.2 અબજ  ડોલર સુધી પહોંચી છે.

વિદેશ મંત્રાલયે કહ્યું કે એલએનજીની ખરીદી અંગે કહ્યું કે 2022માં તેની ખરીદી 15.21 અબજ ડોલર હતી. જે 2024માં વધીને 16.5 અબજ ટન થઈ હતી. યુરોપ અને રશિયાના વેપારમાં માત્ર એનર્જી જ નહીં પરંતુ ખાતર, માઈનિંગ ઉત્પાદનો, રસાયણો, આયર્ન અને સ્ટીલ તેમજ મશીનરી અને પરિવહન સાધનોનો પણ સમાવેશ થાય છે.  વધુમાં યુરોપના દેશોએ યુક્રેન યુદ્ધ બદલ રશિયા પર પ્રતિબંધો મૂકવાની સાથે વર્ષ 2024 અને 2025માં ભારત, ચીન અને તૂર્કી જેવા દેશો મારફત રશિયા સાથે પરોક્ષ વેપાર વધાર્યો હતો.

2025માં રશિયાની અમેરિકામાં નિકાસ

અમેરિકાએ આ સમયમાં રશિયા પાસેથી વેપાર વાર્ષિક ધોરણે 23 ટકા વધારીને 2.1 અબજ ડોલર કર્યો છે. અમેરિકાએ રશિયામાં પલ્લેડિયમ (37 ટકા), યુરેનિયમ (28 ટકા) અને ખાતર (21 ટકા)ની આયાતો વધારી છે. યુક્રેન યુદ્ધ શરૂ થયાના બે વર્ષ પછી 2024માં પણ અમેરિકાએ રશિયા પાસેથી 3 અબજ ડોલરની આયાતો કરી હતી.

આ પણ વાંચોઃ રક્ષાબંધન પર માત્ર એક દિવસ ખુલે છે રહસ્યમયી મંદિર, તેની પાછળ છે દિલચશ્પ કહાણી

Back to top button