ભારત ડેટા સેન્ટર-ચિપ ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર, વિદેશી કંપનીઓ કરી રહી છે રોકાણ

નવી દિલ્હી, 19 જૂન, 2025: પૂર્વ અને દક્ષિણ -પૂર્વ એશિયાના વિકસિત અને વિકસાશીલ દેશ આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સ (AI) રોકાણનું મુખ્ય સ્થળ બની ગયા છે. તેમાં ભારત, સિંગાપુર અને મલેશિયા તેજીથી ડેટા કેન્દ્ર અને ચિપ ઉત્પાદન પ્રોજેક્ટ્સ માટેના મુખ્ય સ્થળ તરીકે ઉભરી આવ્યા છે. એમ મૂડીઝ એનાલિટીક્સના એક રિપોર્ટમાં જણાવ્યું છે.
મૂડીઝ એનાલિટિક્સ દ્વારા ‘AI is overcoming barriers’ શીર્ષક હેઠળ એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે વૈશ્વિક રોકાણ અને વેપાર ધીમો પડી રહ્યો છે, ત્યારે પણ AI પર ખર્ચ સતત વધી રહ્યો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વેપાર અને જિયો-પોલીટિકલ તણાવ અનેક અર્થતંત્રને અસર કરી રહ્યો હોવા છતાં, AIની માંગ એટલી ઊંચી છે કે પુરવઠો ઓછો થઈ રહ્યો છે. આ અંતરને દૂર કરવા માટે, વૈશ્વિક રોકાણકારો ડેટા સેન્ટરો અને સેમિકન્ડક્ટર (ચિપ ઉત્પાદન) પ્રોજેક્ટ્સમાં મૂડી રોકાણ કરી રહ્યા છે.
તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, પૂર્વ અને દક્ષિણપૂર્વ એશિયાના વિકસિત અને વિકાસશીલ દેશો હવે મુખ્ય રોકાણ સ્થળો બની ગયા છે. ખાસ કરીને ભારત, સિંગાપોર અને મલેશિયા ઝડપથી ડેટા સેન્ટરો અને ચિપ ઉત્પાદન માટે પસંદગીના સ્થળો બની રહ્યા છે. આ બજારો ઓછા ખર્ચ, વધતી માંગ અને ટેકનોલોજીકલ રોકાણ માટે અનુકૂળ નીતિઓ પ્રદાન કરે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા અને ડિજિટલ ટેલેન્ટ પૂલ તેને ડેટા સેન્ટર પ્રદાતાઓ અને ચિપ ઉત્પાદન કંપનીઓ માટે એક આકર્ષક સ્થળ બનાવે છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે યુએસની બહાર AI રોકાણોનો હિસ્સો આવી રહેલા રોકાણો કરતા વધારે છે, જે દર્શાવે છે કે અમેરિકન ટેક કંપનીઓ સમગ્ર વિશ્વમાં વિસ્તરણ કરી રહી છે.
આ પણ વાંચોઃ












