આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

ભારત અમેરિકા પર લગાવેલી ઓટો, ફાર્મા અને સ્ટીલ ટેરિફ દૂર કરવા સંમત

નવી દિલ્હી, 7 એપ્રિલ, 2025: વોશિંગ્ટન સાથેની વેપાર વાટાઘાટની વચ્ચે ભારતે અમેરિકાના સ્ટીલ, ઓટો કોમ્પોનન્ટસ અને ફાર્માસ્યુટિકલ્સ પર ઝીરો ટેરિફ એટલે કે ટેરિફ દૂર કરી હોવાનું જાણવા મળ્યુ છે. આ ઘટનાથી પરિચિત સૂત્રોને ટાંકતા બ્લૂમબર્ગનો એક રિપોર્ટ જણાવે છે કે રેસિપ્રોકલ ટેરિક અમેરિકાથી ભારત દ્વારા કરવામાં આવતી ચોક્કસ જથ્થાની આયાત પર ઓફર કરવામાં આવી છે. જોકે નિર્ધારિત મર્યાદાથી પર આયાતી ઔદ્યોગિક માલ પર નિયમિત ધોરણે જકાત લાગશે એમ સૂત્રો જણાવે છે. આ ઓફર ભારતથી વોશિંગ્ટન વાટાઘાટ માટે એપ્રિલના અંતમાં ગયેલા અધિકારીઓ દ્વારા દ્વિપક્ષીય વેપાર સોદાને વધુ ઝડપી બનાવવા માટે કરવામાં આવી હોવાનું મનાય છે. આ સોદો ટૂંક સમયમાં થશે એમ પણ સૂત્રો જણાવી રહ્યા છે.

ટ્રમ્પે આવો દાવો કર્યો હોવાનું મનાય છે

ભારત-બ્રિટન મુક્ત વેપાર કરાર પર મંગળવારે સંમત થયા હતા. ત્યારબાદ હવે ભારતે અમેરિકા પર લગાવેલા ટેરિફ હટાવવા સહમત છે તેવો દાવો ટ્રમ્પે કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે, ‘ભારત અમેરિકન વસ્તુઓ પર તમામ ટેરિફ રદ કરવા સહમત છે. મારા સિવાય તેઓ ક્યારેય બીજા કોઈ માટે આવું ન કર્યું હોત.’ આમ, ઓવલ ઓફિસમાં વાત કરતા ટ્રમ્પે અમેરિકન માલ પરના ટેરિફ નાબૂદ કરવા માટે ભારત સહમત થવા પાછળનું કારણ ખુદને ગણાવ્યું હોવાનું મનાય છે તેમ સૂત્રો જણાવે છે. જો કે, ભારતના પ્રતિનિધિત્વે ટ્રમ્પના દાવાની પુષ્ટિ કરી નથી કે તેઓ અમેરિકન માલ પરના તમામ ટેરિફ ઘટાડવા માટે સહમત થયા છે.

ભારતીય વિદેશ મંત્રાલય તરફથી હજુ સુધી આ અંગે પુષ્ટિ અપાઇ નથી

પ્રાપ્ત અહેવાલો અનુસાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતુ કે, ‘બ્રિક્સ સભ્ય ભારત અમેરિકા પરના ટેરિફ ઘટાડવા સહમત થયું છે. ભારતે ટ્રમ્પ વહીવટીતંત્રને ઓટો પાર્ટ્સ, સ્ટીલ અને ફાર્માસ્યુટિકલ્સ પરના ટેરિફ માટે ઝીરો-ફૉર-ઝીરો ટ્રેડઓફ ઓફર કરી છે.’ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે બંને દોશો વચ્ચે ટ્રેડ ડીલને લઈને વાતચીત ચાલી રહી છે. ટ્રમ્પ વહીવટી તંત્રના અધિકારીઓએ કહ્યું છે કે, આ અમેરિકા અને અન્ય ટ્રેડ પાર્ટનરો વચ્ચે થનારી સમજૂતીમાં સૌથી પહેલા જાહેર થનારી સમજૂતીમાં એક હોય શકે છે. જો કે, ડીલને લઈને હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો હોવાની વાત સામે આવી નથી. સાથે જ ભારતીય વિદેશ મંત્રાલય તરફથી હજુ સુધી આ અંગે કોઈ નિવેદન આવ્યું નથી.

આ પણ વાંચોઃ ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો અમેરિકન પ્રમુખ ટ્રમ્પની પહેલી પ્રતિક્રિયા આવી, જાણો તેમણે શું કહ્યું

Back to top button