ટીમ ઈન્ડિયાના યુવા સ્ટારે રચ્યો ઈતિહાસ, વૈભવ સૂર્યવંશીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

India vs Zimbabwe : ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહેલી T20I શ્રેણીની શરૂઆત 23 જુલાઈના રોજ હરારે ખાતે થઈ હતી. આ મેચમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 125 રન બોર્ડ પર બનાવ્યા હતા.
126 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્માએ ઇનિંગ્સની તોફાની શરૂઆત કરી હતી. જોકે, અભિષેક શર્મા માત્ર 1 રન બનાવીને ત્રીજી ઓવરમાં આઉટ થઈ ગયો હતો, પરંતુ વૈભવે પ્રથમ બોલથી જ વિરોધી બોલરો પર પ્રહારો ચાલુ રાખ્યા હતા. ઝિમ્બાબ્વેના બોલરોની બરાબરની ધોલાઈ કરીને વૈભવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પ્રથમ અડધી સદી ફટકારવાની મોટી સિદ્ધિ મેળવી હતી.
A 1️⃣9️⃣-ball blitz that goes straight into the history books 📖
A record breaking knock from Vaibhav Sooryavanshi 🔥#TeamIndia | #ZIMvIND pic.twitter.com/mlFK05CW7L
— BCCI (@BCCI) July 23, 2026
સચિન તેંડુલકરનો 37 વર્ષ જૂનો ભારતીય રેકોર્ડ તૂટ્યો
પોતાની કારકિર્દીની ચોથી T20I મેચ રમી રહેલા વૈભવ સૂર્યવંશીએ આ અડધી સદી સાથે ઈતિહાસ રચી દીધો છે, માત્ર 15 વર્ષ અને 118 દિવસની ઉંમરે વૈભવ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અડધી સદી ફટકારનાર વિશ્વનો સૌથી નાની વયનો બેટ્સમેન બની ગયો છે. તેણે નેપાળના કુશલ મલ્લાનો રેકોર્ડ તોડ્યો છે, જેમણે 15 વર્ષ અને 340 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી.
આ પહેલા ભારત માટે સૌથી નાની વયે અડધી સદી કરવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો, જેમણે 1989માં પાકિસ્તાન સામે 16 વર્ષ અને 213 દિવસની ઉંમરે 59 રન બનાવ્યા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
માત્ર 18 બોલમાં ફટકારી ધમાકેદાર ફિફ્ટી
ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન વૈભવના પ્રદર્શન (14,13 અને 15 રન) બાદ તેની ટીકાઓ થઈ રહી હતી, પરંતુ ઝિમ્બાબ્વે સામેની પ્રથમ જ મેચમાં તેણે વિવેચકોને જડબાતોડ જવાબ આપ્યો છે. વૈભવે માત્ર 18 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી પોતાની હાફ સેન્ચુરી પૂરી કરી હતી. 50 રન પૂરા કર્યા બાદ વધુ એક મોટો શોટ રમવાના પ્રયાસમાં તે રિચર્ડ નગારાવાની બોલિંગમાં આઉટ થયો હતો. આમ, તેની 19 બોલની આક્રમક ઇનિંગ્સનો અંત આવ્યો હતો.
T20I ક્રિકેટમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન
વૈભવ સૂર્યવંશી (ભારત) – 15 વર્ષ અને 118 દિવસ
લુઇસ બ્રુસ (જિબ્રાલ્ટર) – 15 વર્ષ અને 56 દિવસ
કેવિન ચઢ્ઢા (ઇન્ડોનેશિયા) – 15 વર્ષ અને 76 દિવસ
આ પણ વાંચો :અમદાવાદ સહિત ગુજરાતમાં અતિભારે વરસાદનું એલર્ટ, ચાર સિસ્ટમ એકસાથે સક્રિય
આ પણ વાંચો :PMના સંદેશ બાદ સલમાનની વિદ્યાર્થીઓને અપીલ, જાણો શું કહ્યું












