ભારત 471 રનમાં ઓલઆઉટ, સદી ફટકારી પંતે કર્યું શાનદાર સેલિબ્રેશન

લીડ્સ, તા. 21 જૂન, 2025: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝનો પહેલો મુકાબલો 20 જૂન (શુક્રવાર)થી લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ સ્ટેડિયમ પર રમાઈ રહ્યો છે. આજે (21 જૂન) આ મુકાબલાનો બીજો દિવસ છે. ભારતીય ટીમ 471 રનમાં ઓલઆઉટ થઈ હતી. ટીમ ઈન્ડિયાએ 41 રનમાં અંતિમ 7 વિકેટ ગુમાવી હતી. ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સ અને ટંગે 4-4 વિકેટ લીધી હતી.
આજે ઋષભ પંતે સદી ફટકારી હતી. પંતની ટેસ્ટ કરિયરની સાતમી સદી હતી. પંતે લીડ્સ ટેસ્ટમાં પોતાની સદી પૂરી કરવાની સાથે જે રીતે ઉજવણી કરી તે જોઈને ઇંગ્લેન્ડની ટીમ અને મેદાન પર હાજર દર્શકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
પંતે ગુલાંટ લગાવીને સદીની ઉજવણી કરી
ઇંગ્લેન્ડ સામેની લીડ્સ ટેસ્ટ મેચમાં રિષભ પંતે શોએબ બશીરની બોલિંગ પર છગ્ગો ફટકારીને પોતાની સદી પૂરી કરી. પંતે સદી પૂરી કરતાની સાથે જ પોતાનું હેલ્મેટ અને ગ્લવ્સ ઉતારીને મૂકી દીધા અને બેટ પણ એક બાજુએ મૂકીને તેમણે મેદાન પર પહેલા ગુલાંટ લગાવી. પંતે આ પહેલા પણ આ ઉજવણી IPL 2025માં કરી હતી, જ્યારે તેઓ RCB સામેની મેચમાં સદી ફટકારવામાં સફળ રહ્યા હતા. આ ઉપરાંત, પંતની આ સદી સાથે ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં છઠ્ઠી વખત એવું બન્યું છે કે વિદેશી ધરતી પર ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાની એક જ ઇનિંગ્સમાં ત્રણ બેટ્સમેન સદી ફટકારવામાં સફળ રહ્યા હોય.
WHAT A KNOCK, WHAT A CELEBRATION! 💪💯
2018, 2021 & now 2025 – 𝙍𝙄𝙎𝙃𝘼𝘽𝙃-𝙋𝘼𝙉𝙏𝙄 continues on the English soil! 💪
👉 7th Test century
👉 4th vs ENG in Tests
👉 3rd in ENG in Tests#ENGvIND 1st Test, Day 2 | Streaming LIVE NOW on JioHotstar 👉 https://t.co/PLSZ49Mrj4… pic.twitter.com/MUySzy7Jr8— Star Sports (@StarSportsIndia) June 21, 2025
પંતની રેકોર્ડ તોડ સદી
ઋષભ પંતે સિક્સર સાથે ધમાકેદાર સદી ફટકારી હતી. પંતે 146 બોલમાં 100 રન બનાવ્યા હતા. તેણે સદી સુધી પહોંચવા માટે 146 બોલ રમી, જેમાં 10 ફોર અને 4 સિક્સર સામેલ હતી. આ સાથે પંતે મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ તોડ્યો હતો. પંત ટેસ્ટ ક્રિકેટમાં 7 સદી ફટકારનારો પ્રથમ ભારતીય વિકેટકીપર બન્યો હતો. ઈંગ્લેન્ડ વિરૂદ્ધ તેમની ચોથી ટેસ્ટ સદી છે.
પંત અને શુભમન ગિલ વચ્ચે ચોથી વિકેટ માટે 209 રનની રેકોર્ડ ભાગીદારી જોવા મળી, જેના કારણે લીડ્સ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સમાં ટીમ ઇન્ડિયાનો સ્કોર 400થી વધુનો થઈ ગયો છે. કેપ્ટન ગિલ, જેઓ પ્રથમ વખત ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમની કપ્તાની કરી રહ્યા છે, તેમના બેટથી 227 બોલમાં 147 રનની શાનદાર ઇનિંગ્સ જોવા મળી, જેમાં તેમણે 19 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.
A maximum to get to his century in style 💯
3rd Test Hundred in England for vice-captain Rishabh Pant 👏👏
Updates ▶️ https://t.co/CuzAEnBkyu#TeamIndia | #ENGvIND | @RishabhPant17 pic.twitter.com/txmdcvSrfS
— BCCI (@BCCI) June 21, 2025












