ટ્રેન્ડિંગયુટિલીટી

દરરોજ એક જ ટોલ પ્લાઝા પરથી પસાર થાવ છો તો FASTag મંથલી પાસ છે ફાયદાકારક, જાણો પ્રોસેસ

FASTag : જો તમે દરરોજ કોઈ એક જ ટોલ પ્લાઝાથી ઓફિસ કે અન્ય કામ માટે મુસાફરી કરો છો, તો તમારા માટે FASTag મંથલી પાસ ખૂબ જ ફાયદાકારક બની શકે છે. ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એવા મુસાફરો માટે માસિક પાસ ઓફર કરે છે, જેનાથી વારંવાર ટોલ ચૂકવવાની જરૂરિયાત નથી પડતી.

 

લોકો ઘણીવાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરતી વખતે દર વખતે ટોલ ટેક્સ ચૂકવે છે, પરંતુ જે લોકો નિયમિતપણે એક જ ટોલ પ્લાઝા પરથી પસાર થાય છે તેઓ માસિક પાસ અથવા માસિક લોકલ પાસ ખરીદીને તેમના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે. આ સુવિધા ખાસ કરીને સ્થાનિક મુસાફરો માટે બનાવવામાં આવી છે.

શું છે FASTag માસિક પાસ?

 

FASTag માસિક પાસ એક પ્રીપેડ ટોલ સુવિધા છે જે મુસાફરોને અગાઉથી નિશ્ચિત રકમ જમા કરાવીને આખા મહિના માટે નિયુક્ત ટોલ પ્લાઝાનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. આ દરેક ટ્રીપ માટે અલગ ટોલ વસૂલવાની ઝંઝટ દૂર કરે છે. પાસ એક મહિના માટે માન્ય છે. જો કે, વિવિધ ટોલ પ્લાઝા પર ઉપલબ્ધ યોજનાઓ અમર્યાદિત ક્રોસિંગની મંજૂરી આપી શકે છે અથવા ટોલ મર્યાદિત કરી શકે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

કોના માટે છે સૌથી વધુ ફાયદાકારક?

 

ઓફિસ જનારાઓ

સ્થાનિક રહેવાસીઓ

નાના વ્યવસાય માલિકો

વાણિજ્યિક વાહન ચાલકો

નિયમિત મુસાફરો

ઑફલાઇન કેવી રીતે ખરીદવો FASTag માસિક પાસ?

 

જો તમે ઑનલાઇન અરજી કરવા માંગતા ન હોવ, તો તમે સંબંધિત ટોલ પ્લાઝા પર સીધા જ માસિક પાસ પણ ખરીદી શકો છો. પાસની કિંમત, ટ્રિપ્સની સંખ્યા અને અન્ય શરતો ટોલ પ્લાઝા અને બેંક પ્રમાણે બદલાઈ શકે છે.

ઑનલાઇન કેવી રીતે ખરીદવો FASTag માસિક પાસ?

 

સ્ટેપ 1: IHMCL વેબસાઇટની મુલાકાત લો અને “માસિક FASTag પાસ ખરીદો” વિકલ્પ પસંદ કરો.

સ્ટેપ 2: તમારા ટોલ પ્લાઝા પસંદ કરો અને CAPTCHA ચકાસણી પૂર્ણ કરો.

સ્ટેપ 3: તમને બેંકના પૃષ્ઠ પર રીડાયરેક્ટ કરવામાં આવશે, જ્યાં તમારે તમારું FASTag ટેગ ID અથવા વાહન નંબર (VRN) દાખલ કરવું પડશે.

સ્ટેપ 4: તમને જરૂરી પાસ અને યોજના પસંદ કરો અને ચુકવણી કરો.

સ્ટેપ 5: ચુકવણી પૂર્ણ થયા પછી, એક રસીદ જનરેટ થશે. તેને ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટ કરો અને તેને સુરક્ષિત રાખો.

FASTag વાર્ષિક પાસ અને માસિક પાસ વચ્ચેનો તફાવત

 

NHAIનો FASTag વાર્ષિક પાસ લાંબા અંતરના પ્રવાસીઓ માટે બનાવવામાં આવેસ છે. તેની કિંમત રૂપિયા 3,075 છે અને તે 200 ટ્રિપ્સ અથવા એક વર્ષની માન્યતા આપે છે. FASTag માસિક પાસ ફક્ત ચોક્કસ ટોલ પ્લાઝા પર જ માન્ય છે. તે સ્થાનિક પ્રવાસીઓ માટે વધુ યોગ્ય છે કારણ કે તે મહિનાના આધારે ડિસ્કાઉન્ટેડ અથવા અમર્યાદિત મુસાફરી ઓફર કરે છે.

સમય અને પૈસા બંનેની બચત

 

જો તમે દરરોજ એક જ ટોલ પ્લાઝાનો ઉપયોગ કરો છો, તો FASTag માસિક પાસ તમારો સમય અને પૈસા બંને બચાવી શકે છે. આ સુવિધા સ્થાનિક પ્રવાસીઓને વારંવાર ટોલ ચૂકવવાની ઝંઝટમાંથી મુક્તિ આપે છે અને નિયમિત મુસાફરીને વધુ સસ્તું બનાવે છે.

 

આ પણ વાંચો : 40 દિવસમાં 12 મેચ રમાશે: ભારત-ન્યૂઝીલેન્ડ સિરીઝનું શિડ્યૂલ જાહેર થયું

 

Back to top button