ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલ

ટ્રેન કલાકો મોડી થાય તો ₹20માં મળશે સ્ટેશન પર રૂમ, જાણો બુકિંગ પ્રક્રિયા

Retiring Room: ટ્રેન મુસાફરી દરમિયાન ઘણી વખત મુસાફરો ટ્રેન છૂટી ન જાય તે માટે સમય કરતાં વહેલા રેલવે સ્ટેશન પહોંચી જાય છે. પરંતુ જો ટ્રેન કોઈ કારણસર કલાકો મોડી થાય તો મુસાફરોને લાંબા સમય સુધી સ્ટેશન પર રાહ જોવી પડે છે. આવી સ્થિતિમાં રેલવેની કેટલીક સુવિધા મુસાફરો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

સ્ટેશન પર સસ્તામાં રોકાવાની સુવિધા

રેલવેની રિટાયરિંગ રૂમ  સુવિધા એવા મુસાફરો માટે છે, જેમને થોડા કલાકો માટે સ્ટેશન પર રોકાવાની જરૂર હોય. ઉપલબ્ધ માહિતી અનુસાર, નોન-એસી ડૉર્મિટરી અથવા બેડનું ભાડું આશરે 20 રૂપિયાથી શરૂ થઈ શકે છે.

એસી ડૉર્મિટરી અને ખાનગી રૂમ માટે અલગ ચાર્જ ચૂકવવો પડે છે. જોકે, ભાડું સ્ટેશન અને ઉપલબ્ધ સુવિધા પ્રમાણે અલગ-અલગ હોઈ શકે છે. મુસાફરો પોતાની જરૂરિયાત પ્રમાણે રૂમ અથવા તો ડૉર્મિટરી બુક કરી શકે છે. સામાન્ય રીતે રિટાયરિંગ રૂમ  12થી 48 કલાક સુધીના સમયગાળા માટે બુક કરી શકાય છે.

કેવી રીતે કરશો ઓનલાઈન બુકિંગ?

Retiring Roomની બુકિંગ ઓનલાઈન કરી શકાય છે. તેના માટે મુસાફરોએ નીચેની પ્રક્રિયા અનુસરવી પડે છે:

  1. IRCTC Retiring Room Portal પર જઈને બુકિંગ શરૂ કરો.
  2. તમારા ટ્રેન ટિકિટનો PNR નંબર દાખલ કરો.
  3. જ્યાં રોકાવું છે તે રેલવે સ્ટેશન પસંદ કરો.
  4. AC અથવા Non-AC રૂમ/ડૉર્મિટરી પસંદ કરો.
  5. રોકાવાનો સમય અને જરૂરી સમયગાળો પસંદ કરો.
  6. ઓનલાઈન પેમેન્ટ કરીને બુકિંગ પૂર્ણ કરો.

કયા મુસાફરો Retiring Room બુક કરી શકે?

દરેક મુસાફર આ સુવિધાનો લાભ લઈ શકતો નથી. સામાન્ય રીતે કન્ફર્મ અથવા RAC ટિકિટ ધરાવતા મુસાફરો Retiring Room બુક કરી શકે છે.

બીજી તરફ, વેઇટિંગ લિસ્ટની ટિકિટ, પ્લેટફોર્મ ટિકિટ અથવા જનરલ ટિકિટ ધરાવતા મુસાફરો માટે આ સુવિધા ઉપલબ્ધ નથી.

ટ્રેન લાંબા સમય સુધી મોડી થાય ત્યારે સ્ટેશન પર બેસીને રાહ જોવાને બદલે પાત્ર મુસાફરો આ સુવિધાનો ઉપયોગ કરીને ઓછા ખર્ચે થોડા કલાકો માટે આરામ કરી શકે છે.

આ પણ વાંચો :  કાનપુરમાં વિમાન દુર્ઘટના : ગંગા બૈરાજ પાસે તાલીમ પ્લેન ક્રેશ, બંન્ને  પાયલટના મોત

Back to top button