T-20 વર્લ્ડ કપટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

ICC T20 Rankings: સંજૂએ મારી લાંબી છલાંગ, વરુણ કરતા નીકળ્યો આગળ, વર્લ્ડ કપ બાદ આ ખેલાડીઓની બલ્લે બલ્લે

  • ભારતીય બેટ્સમેનોએ નવા રેન્કિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. અભિષેક શર્માએ રેન્કિંગમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે

Sports News: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 જીતી લીધો છે. ભારતની જીતની અસર હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના નવીનતમ T20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં જોવા મળી છે. ઘણા ભારતીય ખેલાડીઓએ નવી રેન્કિંગમાં નોંધપાત્ર છલાંગ લગાવી છે.

સૂર્યાના નેતૃત્વ હેઠળ ભારતે અમદાવાદમાં રમાયેલી ફાઇનલમાં ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવીને સતત બીજો અને કુલ ત્રીજો T20 વર્લ્ડ કપ જીત્યો છે. આનાથી ભારત ટુર્નામેન્ટના ઇતિહાસમાં ત્રણ વખત ટ્રોફી જીતનાર પ્રથમ ટીમ બની છે.

બેટિંગ રેન્કિંગમાં ભારતનો દબદબો

ભારતીય બેટ્સમેનોએ નવા રેન્કિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. અભિષેક શર્માએ રેન્કિંગમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. તેણે ફાઇનલમાં ધમાકેદાર ફિફ્ટી ફટકારી હતી અને હવે તે નંબર 1 T20 બેટ્સમેન છે. આ દરમિયાન ઈશાન કિશને ટુર્નામેન્ટમાં 317 રન બનાવ્યા બાદ બે સ્થાનનો કૂદકો લગાવીને તે બીજા ક્રમે પહોંચી ગયો છે. કિશને તેની કારકિર્દીનું સર્વોચ્ચ રેટિંગ પણ હાંસલ કર્યું છે અને હવે તે અભિષેક શર્માથી માત્ર ચાર રેટિંગ પોઈન્ટ પાછળ છે. આ ઉપરાંત ન્યુઝીલેન્ડનો ટિમ સીફર્ટ ચાર સ્થાન ઉપર ચઢીને છઠ્ઠા સ્થાને પહોંચ્યો છે, જ્યારે ઈંગ્લેન્ડનો બેથલ 17 સ્થાન ઉપર ચઢીને 16માં નંબરે પહોંચ્યો છે.

સંજુ સેમસને લગાવી 18 નંબરની છલાંગ

ન્યૂઝીલેન્ડના ઓપનર ફિન એલન સાત સ્થાન ઉપર આવીને 20મા સ્થાને પહોંચી ગયા છે. તેણે સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે માત્ર 33 બોલમાં સદી ફટકારીને T20 વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી. આ દરમિયાન વર્લ્ડ કપના હીરો સંજુ સેમસન 18 સ્થાન ઉપર આવીને 22મા સ્થાને પહોંચી ગયા છે. સંજુએ વર્લ્ડ કપમાં સતત ત્રણ અર્ધશતક ફટકારી હતી અને ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. આ દરમિયાન શિવમ દુબે ચાર સ્થાન ઉપર આવીને 27મા સ્થાને પહોંચી ગયો છે.

બોલરોના રેન્કિંગમાં ફેરફાર

બોલરોના રેન્કિંગમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. ભારતીય સ્પિનર ​​વરુણ ચક્રવર્તીએ પોતાનું નંબર-1 સ્થાન ગુમાવ્યું છે અને હવે તે બીજા સ્થાને સરકી ગયો છે. અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાને ફરીથી નંબર-1 T20 બોલરનું સ્થાન મેળવ્યું છે.
ઇંગ્લેન્ડનો આદિલ રાશિદ ચોથા સ્થાને, ભારતનો જસપ્રીત બુમરાહ છઠ્ઠા સ્થાને અને અક્ષર પટેલ 17મા સ્થાને પહોંચી ગયો છે.

ઓલરાઉન્ડર રેન્કિંગમાં ટક્કર

ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝા T20 ઓલરાઉન્ડર રેન્કિંગમાં ટોચ પર યથાવત છે. ભારતનો હાર્દિક પંડ્યા બીજા ક્રમે છે, બંને ખેલાડીઓએ આ અઠવાડિયે કારકિર્દીનું સર્વોચ્ચ રેટિંગ મેળવ્યું છે. ન્યુઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનર ત્રણ સ્થાન ઉપર આવીને નવમા ક્રમે પહોંચી ગયા છે.

આ પણ વાંચોઃ Share Market Crash: ઊંધા માથે પટકાયું શેરબજાર, રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો! જાણો કારણ

Back to top button