બિઝનેસ

Share Market Crash: ઊંધા માથે પટકાયું શેરબજાર, રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો! જાણો કારણ

Share Market Fall: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ફરી એક વખત શેરબજારમાં કડાકો બોલી ગયો હતો. ગઈકાલે (10 માર્ચ 2026)એ બજારમાં પોઝિટિવ ઈફેક્ટ જોવા મળી હતી, જો કે આજે સવારે માર્કેટ ફ્લેટ ઓપન થયું હતું. ત્યારે હવે સાંજ પડતા પડતાની સાથે માર્કેટમાં હાહાકાર મચી ગયો હતો. ભારે વચવાલીને કારણે રોકાણકારનો ભારે નુકસાન ભોગવવું પડ્યું હતું.

ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો

ભારતીય શેરબજારોમાં એક દિવસની રાહત પછી, આજે (11 માર્ચ 2026) વધુ એક નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. ટ્રેડિંગના અંતે, BSE સેન્સેક્સ 1,342.27 પોઈન્ટ અથવા 1.72% ઘટીને 76,863.71 પર, જ્યારે NSE નિફ્ટી 394.75 પોઈન્ટ અથવા 1.63% ઘટીને 23,866.85 પર બંધ થયો. નિફ્ટીમાં ટોપ લૂઝર્સમાં શેરબજાજ ફાઇનાન્સ, એક્સિસ બેંક, બજાજ ફિનસર્વ, આઇશર મોટર્સ અને M&M હતા, જ્યારે ટોપ ગેનર્સમાં શેરબજાર વિપ્રો, જિયો ફાઇનાન્સિયલ, કોલ ઇન્ડિયા, સન ફાર્મા અને ડૉ. રેડ્ડીઝ લેબ્સ હતા. શેરબજારમાં શા માટે ગગડી ગયો? જાણો મુખ્ય કારણો.

મધ્ય પૂર્વના મિશ્ર સંકેતો

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અંગે વિરોધાભાસી સંકેતોએ રોકાણકારોની ચિંતા વધારી છે. એક દિવસ પહેલા, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે ઈરાન સાથે યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે. આ પછી, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો અને યુએસ શેરબજારમાં પણ વધારો જોવા મળ્યો. જોકે, ઈરાને પાછળથી સંકેત આપ્યો હતો કે સંઘર્ષ ચાલુ રહેશે અને હુમલાઓ ચાલુ રહેશે. અમેરિકા અને ઈઝરાયલે પણ ઈરાન પર મોટા હુમલા શરૂ કર્યા છે. ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાં ખાણો નાખ્યાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. આ વિરોધાભાસી અહેવાલોએ રોકાણકારોની ચિંતા વધારી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લીંક પર ક્લીક કરો

FII દ્વારા સતત વેચાણ

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) ભારતીય બજારમાં સતત વેચાણ કરી રહ્યા છે. 10 માર્ચે, FIIએ આશરે ₹4,673 કરોડના શેર વેચ્યા. માર્ચમાં અત્યાર સુધીમાં, વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી આશરે ₹32,849 કરોડ પાછા ખેંચી લીધા છે, જેનાથી બજાર પર દબાણ આવ્યું છે.

આ પણ વાંચો : 10વાળી ચાના ભાવ 20 થયા, મટર પનીર અને પાણીપુરી પણ મોંઘા થયા

 

Back to top button