ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

શિયાળામાં ગોળની ચા બનાવતી વખતે દૂધ ફાટી જાય છે? આ સરળ રીત અપનાવો, મળશે પરફેક્ટ દેશી સ્વાદ

How to make jaggery tea without curdling milk: શિયાળાની ઋતુમાં ગરમાગરમ ગોળની ચા પીવાની એક અલગ જ મજા છે. ખાંડના બદલે ગોળનો ઉપયોગ કરવાથી ચામાં એક અનોખો દેશી સ્વાદ અને સુગંધ આવે છે. જોકે, ગોળની ચા બનાવતી વખતે મોટાભાગના લોકોને એક જ સમસ્યા નડે છે અને તે છે દૂધનું ફાટી જવું. જો ગોળને ખોટા સમયે ચામાં ઉમેરવામાં આવે તો દૂધ ફાટી જાય છે અને આખી ચાનો સ્વાદ બગડી જાય છે. તેથી ગોળની ચા બનાવવાની સાચી રીત જાણવી ખૂબ જ જરૂરી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ગોળની ચા બનાવવા માટેની સામગ્રી:

  • દૂધ: 2 કપ

  • પાણી: 1 કપ

  • ચા પત્તી: 2 ચમચી

  • ગોળ: 2 થી 3 મોટી ચમચી (સ્વાદ મુજબ)

  • મસાલા: આદુ (નાનો ટુકડો), એલચી (2-3), તજ (નાનો ટુકડો), લવિંગ (1-2)

  • (ઈચ્છા અનુસાર મરી કે વરિયાળી પણ ઉમેરી શકાય)

આ પણ વાંચોઃ AC માં આ એક સેટિંગથી બચશે હજારો રૂપિયા, વીજળીનું બિલ થઈ જશે અડધું!

બનાવવાની સાચી રીત:

  • સૌપ્રથમ મસાલા ઉકાળો: એક તપેલીમાં પાણી લઈ તેમાં વાટેલું આદુ, એલચી, તજ અને લવિંગ ઉમેરો. તેને 2 થી 3 મિનિટ સુધી બરાબર ઉકાળો જેથી મસાલાનો સ્વાદ અને સુગંધ પાણીમાં બેસી જાય. ત્યારબાદ તેમાં ચા પત્તી ઉમેરીને 1 મિનિટ સુધી પકાવો.

  • હવે દૂધ ઉમેરો: મસાલા અને ચા પત્તીના મિશ્રણમાં દૂધ ઉમેરો. ગેસની આંચ મધ્યમ રાખી ચાને ઉકળવા દો. દૂધ નીચે ચોંટે નહીં તે માટે ચમચીથી હલાવતા રહો. ચાને 2 થી 3 મિનિટ પકાવો. ખાસ યાદ રાખો કે આ તબક્કે ગોળ ઉમેરવો નહીં.

  • ગોળ ઉમેરવાનો સાચો સમય: ચા બરાબર પાકી જાય એટલે ગેસ બંધ કરી દો. ગેસ બંધ કર્યા પછી જ છીણેલો કે નાના ટુકડા કરેલો ગોળ ઉમેરીને ચમચીથી બરાબર મિક્સ કરો. ગોળ ઉમેર્યા પછી ચાને ફરીથી ગેસ પર ઉકાળવાની જરૂર નથી.

દૂધ કેમ ફાટી જાય છે?

ગોળમાં કેટલાક એસિડિક તત્વો હોય છે. જ્યારે તેને ખૂબ ગરમ અને ઉકળતા દૂધમાં નાખવામાં આવે છે, ત્યારે દૂધના પ્રોટીન સાથે પ્રતિક્રિયા થવાને કારણે દૂધ ફાટી જાય છે. આ જ કારણ છે કે ચા પાકી ગયા પછી અને ગેસ બંધ કર્યા બાદ જ ગોળ ઉમેરવો સૌથી સુરક્ષિત રીત છે. તમે ઈચ્છો તો ગોળને અલગથી થોડા ગરમ પાણીમાં ઓગાળીને ગાળી લીધા પછી પણ તૈયાર ચામાં ઉમેરી શકો છો.

આ પણ વાંચોઃ દીપ્તિ શર્માએ રચ્યો ઈતિહાસ, 150 T20I રમનારી ત્રીજી ભારતીય મહિલા ક્રિકેટર બની

Back to top button