ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

બારી-બાલ્કનીમાં કબૂતરોએ અડ્ડો જમાવ્યો છે? રસોડાની આ વસ્તુઓથી મિનિટોમાં ભાગી જશે પક્ષીઓ

How to Get Rid of Pigeons Naturally:  ફ્લેટ કે બંગલામાં રહેતા લોકો માટે કબૂતરોનો ત્રાસ એક મોટી સમસ્યા છે. તેમની ચરક અને ખરતા પીંછાથી શ્વાસ સંબંધિત બીમારીઓ અને એલર્જી થવાનું જોખમ રહેલું છે. ઘણા લોકો કાંટાળા તાર કે નેટ લગાવે છે જે ઘરનો લુક બગાડે છે. પરંતુ શું તમે જાણો છો કે કોઈપણ પક્ષીને નુકસાન પહોંચાડ્યા વગર રસોડાની કેટલીક વસ્તુઓની ગંધથી જ તમે તેમને ભગાડી શકો છો?

કબૂતરોને ભગાડવાના સરળ ઘરેલું ઉપાયો:

સફેદ વિનેગરઃ

વિનેગરની તીખી અને એસિડિક ગંધ કબૂતરોને જરાય પસંદ નથી હોતી. પાણી અને વિનેગરને સમાન માત્રામાં ભેળવી એક કટોરીમાં ભરીને બારી કે બાલ્કની પાસે રાખવાથી તેની ગંધને કારણે કબૂતરો ત્યાં આવતા નથી.

તીખા મસાલાઃ

લાલ મરચું અથવા કાળા મરીનો પાવડર બાલ્કનીની રેલિંગ પાસે છાંટવાથી તેની તેજ ગંધથી પક્ષીઓ દૂર રહે છે.

તજઃ

તજની સુગંધ કબૂતરોને સહન થતી નથી. જ્યાં કબૂતરો બેસતા હોય ત્યાં તજનું તેલ લગાવો અથવા તજનો પાવડર છાંટો. આ એક રામબાણ ઈલાજ છે.

લસણ:

લસણની કળીઓને પીસીને પાણીમાં ભેળવી લો અને આ પાણીનો છંટકાવ ખૂણાઓમાં કરો. લસણની તીવ્ર ગંધ તેમને ત્યાં માળો બનાવતા અટકાવશે.

ફુદીનાનું તેલ:

ફુદીનાના તેલની સ્ટ્રોંગ સુગંધ પક્ષીઓને ભ્રમિત કરે છે. કોટન બોલ્સમાં આ તેલ લગાવીને બાલ્કનીમાં મૂકવાથી ફાયદો થાય છે.

અન્ય સ્માર્ટ ટિપ્સ:

તમે જૂની ચમકતી સીડી (CD) કે એલ્યુમિનિયમ ફોઈલ પણ લટકાવી શકો છો. સૂર્યપ્રકાશ જ્યારે આ ચમકતી વસ્તુઓ પર પડે છે ત્યારે તેનાથી થતી ચકાચૌંધ જોઈને પક્ષીઓ ડરી જાય છે અને ત્યાં ઉતરતા નથી. આ સિવાય બાલ્કનીમાં પાલતુ પ્રાણીઓનો ખોરાક ખુલ્લો ન રાખવો અને સમયાંતરે સફાઈ કરતા રહેવું જેથી જૂની બીટની ગંધ બીજા કબૂતરોને આકર્ષે નહીં.

આ પણ વાંચોઃ સમરમાં વિદેશ પ્રવાસની ઈચ્છા છે? આ દેશમાં આવશે રાજા-મહારાજા વાળી ફિલિંગ, બિન્દાસ્ત ખર્ચો રુપિયા

આ પણ વાંચોઃ Big Deals Of India: PM મોદીએ 6 વર્ષમાં નવ દેશો સાથે કરી મોટી ડીલ!

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button