ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટ્સ

‘એક જ દિલ કેટલીવાર જીતશો…’ MS ધોનીએ ફેન માટે કર્યું એવું કામ, ઇન્ટરનેટ પર વાઇરલ થયો અનોખો અંદાજ

નવી દિલ્હી: 9 નવેમ્બર, 2025: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હોય, પરંતુ IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) તરફથી તેનું રમવાનું હજી ચાલુ છે. 44 વર્ષીય ધોનીની લોકપ્રિયતા આજે પણ ઓછી નથી. તે મોટા ભાગે લાઇમલાઇટથી દૂર રહે છે, પરંતુ તાજેતરમાં તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક ફેન તેની પાસેથી ઑટોગ્રાફ લેતો જોવા મળી રહ્યો છે.

MS ધોનીનો વીડિયો વાઇરલ

સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયોમાં જોઈ શકાય  કે, એક ફેન ધોની (MS Dhoni)ને પહેલાં તેની લાલ મોટરસાયકલ પર ઑટોગ્રાફ આપવા માટે વિનંતી કરે છે અને ધોની હસતાં હસતાં સાઇન કરી દે છે. ત્યાર બાદ, તે ફેન ધોનીને પોતાના હાથ પર ઑટોગ્રાફ આપવા માટે વિનંતી કરે છે. ફેને માહીને કહ્યું કે, તે પોતાની મરજીથી કોઈપણ દિશામાં સાઇન કરી શકે છે, પરંતુ ધોનીએ જે કર્યું તેનાથી ફેનનો દિવસ બની ગયો. માહીએ ફેનને પૂછ્યું કે, “ના, તું કહે, તને કઈ રીતે જોઈએ છે?” પછી ફેને દિશા બતાવી અને ધોનીએ તે જ રીતે સાઇન કરી આપ્યું.

 

View this post on Instagram

 

A post shared by Mayank Sharma (@vezzznar)

ધોનીનો આ વિનમ્ર વ્યવહાર અને તેમનો અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ આવ્યો. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર થતાંની સાથે જ વાઈરલ થયો અને 24 કલાકમાં તેને 2 લાખથી વધુ લાઇક્સ મળ્યા.

IPL 2026માં પણ રમશે ધોની

ધોનીના ફેન્સ માટે સારા સમાચાર એ છે કે, CSKના CEO કાસી વિશ્વનાથને જણાવ્યું છે કે એમ.એસ. ધોની 2026ની IPLમાં પણ રમતા જોવા મળશે. ધોની 2008થી CSK સાથે જોડાયેલો છે. 2025 IPLમાં ઇજાના કારણે જ્યારે નવા કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ બહાર થઈ ગયા હતા, ત્યારે ધોનીએ ફરીથી કપ્તાની સંભાળી હતી.

વિશ્વનાથને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, “અમને આશા છે કે તે આવતા IPLમાં ચોક્કસ રમશે.” જો ધોની 2026માં રમે છે, તો તે CSK સાથેની તેની 17મી સિઝન અને કુલ મળીને તેની 19મી IPL સિઝન હશે.

નોંધનીય છે કે, 2025ની સિઝન CSK માટે સારી નહોતી રહી અને ટીમ 14માંથી માત્ર 4 મેચ જીતીને પોઇન્ટ્સ ટેબલમાં સૌથી નીચેના સ્થાને રહી હતી.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં રાજા રઘુવંશી જેવી હત્યા: આ વખતે સોનમ નહીં, પણ મનીષા ખૂની તેના પ્રેમીની મદદથી તેના પતિની હત્યા કરી મૃતદેહ નદીમાં ફેંક્યો

આ પણ વાંચોઃ અમદાવાદ: S.G. હાઇવેની બે વિવાદાસ્પદ હોટલમાં CID ક્રાઇમે ખાનગીમાં તપાસ શરૂ કરી!

Back to top button