સ્ટાઇલિશ અને મોડેલ હની પટેલનું AAPમાંથી રાજીનામુ, અંગત કારણ દર્શાવી પાર્ટી છોડી

સુરત, 24 ડિસેમ્બર 2025: ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીનો ઉદય થાય તે પહેલા એક પછી એક મોટા ફટકા લાગી રહ્યા છે, ત્યારે હવે ફરી એક વાર મોટો ભડકો જોવા મળ્યો છે. સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહેતા અને વિવાદો સાથે જૂનો નાતો ધરાવતા મહિલા કાર્યકર હની પટેલે AAP પક્ષમાંથી રાજીનામું આપી દેતા અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે.
View this post on Instagram
હની પટેલે પોતાનું રાજીનામું ઇસુદાન ગઢવીને મોકલી આપ્યું છે. સોશિયલ મીડિયા પર આ અંગે સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું હતું કે, હું આમ આદમી પાર્ટીમાં નિષ્ઠાપૂર્વક કામ કરવા ઈચ્છતી હતી, પરંતુ હાલમાં મારા પર પરિવારની જવાબદારીઓ વધી ગઈ છે. અંગત કારણો અને ફેમિલી પ્રેસરને લીધે હું પક્ષ માટે પૂરતો સમય ફાળવી શકું તેમ નથી. આથી, ભારે હૈયે હું પક્ષમાંથી રાજીનામું આપી રહી છું. જોકે, રાજકીય ગલિયારાઓમાં ચર્ચા છે કે, રાજીનામા પાછળનું કારણ માત્ર ‘અંગત’ નથી, પરંતુ તેમની છબીને કારણે પક્ષ પર આવી રહેલું દબાણ પણ હોઈ શકે છે.
હની પટેલ જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ત્યારે પણ સોશિયલ મીડિયા પર ઘણો હોબાળો થયો હતો. આ વિરોધ પાછળનું મુખ્ય કારણ તેમનો ભૂતકાળ હતો. અગાઉ હની પટેલ અમદાવાદ એરપોર્ટ પરથી હાઇબ્રીડ ગાંજા સાથે ઝડપાઈ હતી. આ કેસને લઈને સુરત સહિત આખા ગુજરાતમાં ભારે ચર્ચાઓ જાગી હતી. જ્યારે રાજકારણમાં સક્રિય થઈ ત્યારે વિરોધ પક્ષો અને નેટિઝન્સે તેમના હાઈબ્રિડ ગાંજા કનેક્શનને લઈને ‘આપ’ પર આકરા પ્રહારો કર્યા હતા. લોકો સવાલ ઉઠાવી રહ્યા હતા કે, શું પક્ષ આવા વિવાદાસ્પદ ચહેરાઓને પ્રોત્સાહન આપી રહ્યો છે?
આ પણ વાંચો: અમે ભારતના બે ભાગેડુ: લલિત મોદી અને વિજય માલ્યા યુવતી સાથે પાર્ટી કરતા દેખાયા, જાણો ક્યાં મજા માણી












