ગુજરાતટ્રેન્ડિંગ

બનાસકાંઠામાં ભારે વરસાદે તારાજી સર્જી, સાંસદ ગેનીબહેન ઠાકોરે ગળાડૂબ પાણીમાં ઉતરી કરી આ માંગ

  • ગેનીબહેન ઠાકોર ગળાડૂબ પાણીમાં ઉતરી પરિસ્થિતિની સમીક્ષા કરી
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે રૂ. 1000 કરોડની સહાય માંગી
  • તારાજીની સ્થિતિમાં તંત્ર કામગીરી કરવામાં નિષ્ફળ ગયુ – ગેનીબહેન

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે સર્જાયેલી તારાજી બાદ બનાસકાંઠાના સાંસદ ગેનીબહેન ઠાકોરે ગળાડૂબ પાણીમાં ઉતરીને અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી છે. તેમણે ખાસ કરીને વાવ તાલુકાના મોરીખા ગામની મુલાકાત લીધી, જે વારંવાર વરસાદી પાણીથી ડૂબી જાય છે.

ગેનીબહેન નિરીક્ષણ કરવા માટે પાંચ ફૂટ ઊંડા પાણીમાં ચાલીને પહોંચ્યા

આ મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિકોની મુશ્કેલીઓ જાણી અને તાત્કાલિક રાહત કાર્યની માંગ કરી હતી. સાંસદ ગેનીબહેન ઠાકોર, કે. પી. ગઢવી સહિત કોંગ્રેસના આગેવાનોએ મોરીખા ગામમાં પાણી ભરાઈ જવાને કારણે સર્જાયેલી ભયાનક પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કરવા માટે પાંચ ફૂટ ઊંડા પાણીમાં ચાલીને પહોંચ્યા હતા.

તારાજીની સ્થિતિમાં તંત્ર કામગીરી કરવામાં નિષ્ફળ ગયુ

સુઈગામ પ્રાંત કચેરી ખાતે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરીને સાંસદ ગેનીબહેન ઠાકોરે બનાસકાંઠામાં વરસાદથી થયેલી તારાજી માટે રૂપિયા 1000 કરોડના સહાય પેકેજની માંગ કરી છે. તેમણે આક્ષેપ કર્યો કે મુખ્યમંત્રીના આવવાથી જ વહીવટી તંત્ર સક્રિય થયું છે, જ્યારે તારાજીની સ્થિતિમાં તંત્ર કામગીરી કરવામાં નિષ્ફળ ગયું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કોંગ્રસના નેતાઓને હાઇ કમાન્ડે આપ્યું 90 દિવસનું અલ્ટીમેટમ

Back to top button