કોલકાતામાં ભારે વરસાદથી જીવન અસ્ત-વ્યસ્ત, 30થી વધુ ફ્લાઇટ થઈ રદ

પશ્ચિમ બંગાળઃ 23 સપ્ટેમ્બર, 2025: Kolkata Rain: પશ્ચિમ બંગાળના કોલકાતામાં ભારે વરસાદને કારણે હવાઈ મુસાફરી ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. વરસાદના કારણે, કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઓછામાં ઓછી 30 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે અને અન્ય ઘણી ફ્લાઈટ્સ મોડી પડી છે. ભારતીય હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વધુ વરસાદની ચેતવણી આપી છે. વરસાદ અને ઓછી વિઝિબિલિટીને કારણે ફ્લાઈટની કામગીરીને અસર થઈ છે.
આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગે (IMD) જણાવ્યું કે, બંગાળની ખાડીના ઉત્તર-પૂર્વમાં સર્જાયેલા લૉ પ્રેશરના કારણે આગામી દિવસોમાં પણ કોલકાતામાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ કારણે હવાઈ મુસાફરીમાં વધુ વિક્ષેપ પડી શકે છે.
શહેરમાં જળબંબાકારની સ્થિતિ
ગઈ રાતથી પડી રહેલા ભારે વરસાદને કારણે કોલકાતાના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેનાથી ટ્રાફિક, જાહેર પરિવહન અને ટ્રેન સેવાઓને અસર થઈ છે. સ્થાનિક અધિકારીઓએ લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે. તંત્ર દ્વારા રાહત અને બચાવ કાર્યો માટે ઈમરજન્સી ટીમ તૈનાત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ રાજકોટ: ફેસબુક પરની સ્ટોરીમાં મુકાયેલી સ્માઈલીની ઈમોજી યુવાનની હત્યાનું કારણ
આ પણ વાંચોઃ ‘જનતાના પૈસાથી નેતાના ગુણગાનને મંજૂરી નહીં મળે….’ સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારને લગાવી ફટકાર












