વિશેષ

લોન મોંઘી… વધશે EMI નો બોજ, દેશની સૌથી મોટી પ્રાઇવેટ બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો

HDFC Bank Rate Hike: માર્કેટ કેપની દૃષ્ટિએ દેશની સૌથી મોટી પ્રાઇવેટ સેક્ટરની બેંક HDFC એ પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેંક દ્વારા લોન મોંઘી કરી દેવામાં આવી છે. HDFC બેંકે પોતાના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટ એટલે કે એમસીએલઆર (MCLR) માં વધારો કર્યો છે. બેંકની સત્તાવાર વેબસાઇટ અનુસાર, નવી દરો સોમવાર 8 જૂનથી લાગુ કરી દેવામાં આવ્યા છે. આ ફેરફારના કારણે MCLR સાથે જોડાયેલી તમામ લોન મોંઘી થઈ જશે અને મુસાફરો તેમજ સામાન્ય ગ્રાહકો પર EMI નો બોજ વધશે.

5 થી 10 બેસિસ પોઈન્ટનો કરાયો વધારો

HDFC બેંકે પોતાના MCLR દરોમાં 5 થી 10 બેસિસ પોઈન્ટનો (bps) વધારો કર્યો છે. નવી દરો પર નજર કરીએ તો:

ઓવરનાઈટ લોન પર: MCLR 8.05% થી વધારીને હવે 8.10% કરવામાં આવ્યો છે.

૩ મહિનાની લોન માટે: આ દર વધીને 8.20% થયો છે.

6 મહિનાની લોન માટે: વ્યાજ દર વધીને 8.35% થઈ ગયો છે.

1 વર્ષની અવધિ માટે: MCLR વધારીને 8.40% કરવામાં આવ્યો છે.

2 વર્ષ માટે: આ દર 8.56% અને 3 વર્ષ માટે હવે 8.65% થઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે, મોટાભાગની હોમ લોન 1 વર્ષના MCLR સાથે લિંક્ડ (જોડાયેલી) હોય છે, જેમાં બેંક દ્વારા ૫ બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે, ભારતીય રિઝર્વ બેંકે (RBI) તાજેતરમાં જ શુક્રવારે એમપીસી (MPC) બેઠકના પરિણામો જાહેર કરીને રેપો રેટને 5.25% પર સ્થિર રાખ્યો હતો. આમ છતાં, HDFC બેંકે આ મોટો નિર્ણય લઈને નવા ગ્રાહકો માટે ધિરાણ મોંઘું કર્યું છે અને જૂના ગ્રાહકો માટે લોનના હપ્તા વધારી દીધા છે.

કેવા ગ્રાહકો પર પડશે આની સીધી અસર?

MCLR માં કરવામાં આવેલો આ ફેરફાર માત્ર એવા ગ્રાહકોને જ અસર કરશે જેમણે ફ્લોટિંગ રેટ (Floating Rate) પર લોન લીધેલી છે અને જેમની લોન સંપૂર્ણપણે MCLR-લિંક્ડ છે. બેંકનો આ રેટ તમારા હોમ લોન, ઓટો લોન કે પર્સનલ લોનના EMI પર સીધી અસર કરે છે. MCLR વધવાથી લોનનો વ્યાજ દર વધી જાય છે, જેના કારણે દર મહિને ચૂકવવામાં આવતી EMI મોંઘી બને છે. જો આ રેટ ઘટે તો જ EMI સસ્તી થાય છે.

શું હોય છે આ MCLR અને તે કેવી રીતે નક્કી થાય છે?

MCLR એટલે કે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટ એ લઘુત્તમ વ્યાજ દર (Minimum Interest Rate) છે, જેનાથી ઓછા દરે બેંક કોઈપણ ગ્રાહકને લોન આપી શકતી નથી. તેને નક્કી કરવા માટે બેંકના ડિપોઝિટ રેટ, ઓપરેશનલ કોસ્ટ (બેંક ચલાવવાનો ખર્ચ) અને કેશ રિઝર્વ રેશિયો (CRR) જાળવવાનો ખર્ચ જેવા પરિબળો ધ્યાનમાં લેવાય છે. સામાન્ય રીતે રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં ફેરફાર થતાની સાથે જ MCLR પર પણ તેની અસર જોવા મળતી હોય છે.

આ પણ વાંચોઃ 9 જૂનથી બનશે ખતરનાક કાલસર્પ યોગ, 23 જૂન સુધી આ રાશિઓ માટે રહેશે જોખમી

આ પણ વાંચોઃ વૈભવ પર અશ્વિનની મોટી ભવિષ્યવાણી, એક લાઈનમાં જણાવી દીધી હકીકત

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button