ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ: હર્ષ સંઘવીએ 2013માં જાહેરમાં પોલીસ ઈન્સપેક્ટરને લાફા ઝીંક્યા હતા

તાજેતરમાં પોલીસ પર નિવેદનને પગલે રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ મામલે ઘેરાયા છે. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કરતા જણાવ્યું કે, 2013માં હર્ષ સંઘવીએ સુરતમાં પીઆઈને જાહેરમાં લાફા મારી તેઓને અપશબ્દો પણ બોલ્યા હતા. વધુમાં તેઓએ 2019માં સુરત સિવિલમાં સ્ટાફના માણસોને ટાટિયા ભાંગી નાંખવાની પણ ધમકીઓ આપી હતી. જો કે, આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.

ફરિયાદ થતાં PI-PSIની બદલી કરાઇ: ગોપાલ ઇટાલિયા

ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ તમામ પુરાવા રજૂ કરતાં જણાવ્યું છે કે, વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી વખતે ભાજપે વડાપ્રધાનના ચહેરા તરીકે નરેન્દ્ર મોદીને જાહેર કર્યાં હતાં ત્યારે ધારાસભ્ય હર્ષ સંઘવી તથા તેમના સમર્થકોએ જાહેર માર્ગ પર મંજૂરી વિના ફટાકડાં ફોડયાં હતાં.

તે વખતે ટ્રાફિક જામ થતાં કોઇકે 100 નંબર પર ફોન કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે રકઝક થતાં હર્ષ સંઘવીએ પોલીસ ઇન્સ્પેક્ટરને જાહેરમાં જ લાફા ઝીંકી દીધા હતા.

જો કે, આ તમામ મામલે ઉમરાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. આ કિસ્સામાં રાજકીય વગને લીધે પીએસઆઇ-પીઆઇની બદલી સુઘ્ધાં કરાઇ હતી.

સુરત સિવિલમાં સ્ટાફને આપી હતી ધમકી

આ ઉપરાંત વર્ષ 2019માં સુરતમાં નવી સિવિલમાં હર્ષ સંઘવીએ સ્ટાફના માણસને ધમકી આપી હતીકે, મારી સામે સ્માર્ટ બનીશ નહી, નહીતર ટાંટિયા તોડીને હાથમાં આપી દઇશ. આમ, મેવાણી સામે નિવેદનબાજી કરી નાયબ મુખ્યમંત્રી પણ ભરાયાં છે.

આ પણ વાંચો: ‘પોલીસને સલામ, પટ્ટાવાળા હરામ’, મેવાણીના સમર્થનમાં ધાનાણીએ લખી કવિતા

Back to top button