ગુજરાતટ્રેન્ડિંગ

તમારાથી કામ ન થાય તો પછી હું આવું : હર્ષ સંઘવી

અમદાવાદમાં નવા ખાખી ભવનનો ઉદ્ઘાટન સમારોહમાં હર્ષ સંઘવીએ પોલીસને સામાન્ય નાગરિકો સાથે હંમેશા પ્રેમ અને સન્માનથી વર્તન સાથે રહેવા માટેની સૂચના આપી હતી. પોલીસ સ્ટેશનમાં આવતા નાગરિકોને ડરાવાની ભાષામાં નહીં પરંતુ સહજ અને સહાનુભૂતિપૂર્ણ ભાષામાં વાત કરવી અત્યંત જરૂરી છે.

વધુમાં રાજયના તેઓએ જણાવ્યું કે, જો પોલીસ પોતે આ વ્યવસ્થાઓ અમલમાં નહીં મૂકે, તો હું જાતે તમારી વચ્ચે આવીને આ કામ કરાવીશ. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ,સરકાર પોલીસ તંત્રમાં પારદર્શિતા, જવાબદારી અને નાગરિકમૈત્રી વ્યવહાર માટે પ્રતિબદ્ધ છે.

આ સાથે હર્ષ સંઘવીએ નાગરિકોને સુવિધા મળે તે માટે દરેક પોલીસ સ્ટેશન બહાર સ્પષ્ટ બોર્ડ લગાવવાનું તેમણે સૂચન કર્યું. આ બોર્ડમાં પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને DySPના નામ સાથે તેઓ કયા સમયે ઉપલબ્ધ રહેશે તેની માહિતી લખવી ફરજિયાત હોવી જોઈએ. જો કોઈ અધિકારી નિર્ધારિત સમયે હાજર ન હોય, તો તેના કારણનો ઉલ્લેખ પણ બોર્ડ પર કરવો જોઈએ.

Back to top button