ગુજરાત

અમદાવાદની પ્રખ્યાત ‘ગ્વાલિયા રેસ્ટોરન્ટ’ના ઘેવરમાંથી વાળ નીકળ્યો: AMC એ સીલ કરવાને બદલે માત્ર 10,000 નો દંડ ફટકાર્યો

Gwalior Restaurant Controversy: અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા સિંધુભવન રોડ પર આવેલી જાણીતી ‘ગ્વાલિયા રેસ્ટોરન્ટ’ ખાદ્યપદાર્થોની ગુણવત્તાને લઈને વિવાદમાં સપડાઈ છે. રેસ્ટોરન્ટમાંથી ખરીદેલા ઘેવરમાંથી વાળ નીકળવાની ગંભીર ઘટના સામે આવ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ વિભાગે કડક પગલાં ભરવાને બદલે માત્ર 10,000 રૂપિયાનો નજીવો દંડ ફટકારીને કાયદેસરની કાર્યવાહી આટોપી લેતાં ભારે ચકચાર મચી છે.

ગ્રાહકની રજૂઆત સામે સંચાલકનું બેજવાબદાર વલણ

બાવળાના નિવાસી મૌલિકભાઈ ભરવાડે સિંધુભવન રોડ સ્થિત ગ્વાલિયા રેસ્ટોરન્ટમાંથી ઘેવરનું પાર્સલ ખરીદ્યું હતું. ઘરે જઈને પાર્સલ ખોલતાં મીઠાઈમાંથી વાળ મળી આવ્યો હતો. ગ્રાહકે આ અંગેનો વીડિયો બનાવી રેસ્ટોરન્ટના સંચાલકને મોકલી રજૂઆત કરી હતી. જોકે, ભૂલ સ્વીકારવાને બદલે સંચાલકે “તમારે શું કરવું છે?” અને કાયદાકીય કાર્યવાહીની વાત પર “સારું” કહીને અત્યંત ઉદ્ધતાઈભર્યો જવાબ આપ્યો હતો. સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરવાના બદલે સંચાલકે બેદરકાર વલણ દાખવ્યું હતું.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

AMC ના ફૂડ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હરકતમાં આવેલા AMC ના ફૂડ વિભાગે માત્ર દંડ ફટકારી સંતોષ માન્યો હતો. સામાન્ય રીતે આવી અસ્વચ્છતા અને ગંભીર બેદરકારી સામે ખાદ્ય એકમો સીલ કરવામાં આવતા હોય છે. પરંતુ તંત્ર દ્વારા લાયસન્સ અને પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ યોગ્ય હોવાનું બહાનું બતાવી નરમ વલણ દાખવવામાં આવતાં વેપારીઓ અને તંત્રની મિલીભગત અંગે ચર્ચા જાગી છે. આગામી તહેવારોની સિઝનમાં મીઠાઈઓનું મોટા પાયે વેચાણ થવાનું હોવાથી ગ્રાહકોમાં આરોગ્ય સુરક્ષાને લઈને ચિંતા વધી છે.

આ પણ વાંચો: અમદાવાદના મનપસંદ જીમખાના કેસમાં મોટી કાર્યવાહી:દરિયાપુર પોલીસ સ્ટેશનના PI, સર્વેલન્સ સ્ક્વોડના PSI સસ્પેન્ડ

Back to top button