અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદના મનપસંદ જીમખાના કેસમાં મોટી કાર્યવાહી:દરિયાપુર પોલીસ સ્ટેશનના PI, સર્વેલન્સ સ્ક્વોડના PSI સસ્પેન્ડ

અમદાવાદ: દરિયાપુર વિસ્તારમાં મનપસંદ જીમખાના ક્લબમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગારધામના પર્દાફાશ બાદ સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પગલે દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ જી.વી. ગોહિલ અને સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈને રાજ્ય પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બંને અધિકારીઓની બેદરકારીને કારણે આ કાર્યવાહી કરાઈ છે. દરિયાપુર પોલીસ સ્ટેશનનો ચાર્જ હવે શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈને સોંપવામાં આવ્યો છે.

2 ઑગસ્ટે મનપસંદ જીમખાના ક્લબમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ થયો હતો. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરિંગ સેલે પાડેલા દરોડામાં 187 જુગારીઓ મોટા મુદ્દામાલ સાથે ઝડપાયા હતા.

4 ઑગસ્ટે તમામ આરોપીઓને પોલીસની ચાર અને એએમટીએસની એક બસ ભરીને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા હતા. સરકારી વકીલ તૃપ્તિ વ્યાસની દલીલ બાદ કોર્ટે નવ આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, ત્યારબાદ તેઓ જેલહવાલે છે. જ્યારે 178 આરોપીઓના જામીન મંજૂર કરાયા હતા.

સ્થાનિક પોલીસની આંખ આડા કાન

દરિયાપુર સ્થિત મનપસંદ જીમખાના ક્લબમાં અવારનવાર ગોવિંદ ઉર્ફે ગામા પટેલ દ્વારા જુગારધામ ચલાવવામાં આવતું હોવાની જાણકારી હોવા છતાં સ્થાનિક દરિયાપુર પોલીસ અને શહેર પોલીસની એજન્સીઓ આંખ આડા કાન કરી રહી હતી. ભૂતકાળમાં પણ આ સ્થળેથી જુગાર ઝડપાઈ ચૂક્યો હોવા છતાં સ્થાનિક સ્તરે કોઈ કડક ચેકિંગ કે કાર્યવાહી થતી નહોતી.

૨૦૨૧માં પણ મનપસંદ જીમખાનામાં એસએમસીની રેડ દરમિયાન ૧૮૩ જુગારીઓ ઝડપાયા હતા અને રૂ. ૮૫ લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. તે વખતે બેદરકારી બદલ તત્કાલીન દરિયાપુર પીઆઈ, પીએસઆઈ સહિત ૧૨ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, છેલ્લા 24 કલાકમાં જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ

Back to top button