ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

Gujarat: સ્થાનિક ચૂંટણીઓને આડે 10 દિવસ બાકી, 722 બેઠકો બિનહરીફ

Gujarat Local Body Election 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે વેઢે ગણાય તેટલા દિવસો બાકી છે. રાજ્યની મ્યુનિસિપલ કોર્પોરેશનો, નગરપાલિકાઓ અને પંચાયતોની 9,952 બેઠકો માટે 26મી એપ્રિલે મતદાન થનાર છે, ત્યારે ઈલેક્શન કમિશનની સત્તાવાર માહિતી અનુસાર, 1,663 ઉમેદવારોએ તેમની ઉમેદવારી પાછી ખેંચી લેતા વધુ 722 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે.

આ 722 બિનહરીફ બેઠકોમાં ત્રણ બેઠકોનો પણ સમાવેશ થાય છે જ્યાં પેટાચૂંટણીઓ યોજાઈ રહી છે. રાજ્ય ચૂંટણી પંચ (SEC)ના ડેટા અનુસાર બિનહરીફ વિજેતા જાહેર કરાયેલા મોટાભાગના ઉમેદવારો મ્યુનિસિપલ કોર્પોરેશનો અથવા નગરપાલિકાઓમાંથી છે.

Gujrat local body election 2026

26 એપ્રિલે મતદાન થનારી 84 નગરપાલિકાઓની 2,624 બેઠકો માટે 11 એપ્રિલ સુધીમાં દાખલ કરાયેલા 7,819 ઉમેદવારી પત્રોમાંથી 1,525 ઉમેદવાર પત્રો રદ કરવામાં આવ્યા હતા. 6,294 માન્ય ઉમેદવારી પત્રોમાંથી 468 ઉમેદવારી પત્રો પાછા ખેંચવામાં આવ્યા હતા અને 383 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ડેટા અનુસાર તાલુકા પંચાયત બેઠકો માટે સૌથી વધુ ઉમેદવારી પત્રો દાખલ કરવામાં આવ્યા હતા. 260 તાલુકા પંચાયતોની 5,234 બેઠકો માટે 20,638 ઉમેદવારી પત્રો પ્રાપ્ત થયા હતા, જેમાંથી 5,700 ઉમેદવારોને SEC દ્વારા અયોગ્ય ગણવામાં આવ્યા હતા. આ પછી બાકીના 14,938 માન્ય ઉમેદવારી પત્રોમાંથી 806 ઉમેદવારી પત્રો પાછા ખેંચવામાં આવ્યા હતા અને 250 ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા, જેના કારણે 13,882 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા.

15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં 1004 બેઠકો માટે ચૂંટણી યોજાનાર 43 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં કુલ 3,321 માન્ય ઉમેદવારી ફોર્મમાંથી 133 પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : તલવારથી AI સુધી, વિજ્ઞાનની શોધોએ કેવી રીતે બદલી નાખી યુદ્ધની દુનિયા?

Back to top button