ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં વરસાદની મોટી આગાહી, 20 જિલ્લામાં થશે કમોસમી વરસાદ

અમદાવાદ 13 મે 2025: સોમવારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થયો હતો. ગુજરાતમાં આજે 20 જિલ્લાઓમાં વરસાદ ત્રાટકશે. હવામાન વિભાગે લેટેસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. સવારે 7 વાગ્યાથી રાજ્યમાં વરસાદની આગાહી છે. ગુજરાત પર માવઠાનું સંકટ હજુ પણ યથાવત છે. બે દિવસ 20 જેટલા જિલ્લામાં વરસાદની શક્યતા છે. સોમવારે રાજ્યના 20 તાલુકામાં વરસાદ પડ્યો હતો. તાપીના કુકરમુંડામાં 2 ઈંચ વરસાદ પડ્યો. આજે પણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા વધુ છે. મધ્ય ગુજરાતમાં પણ માવઠું આવી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની શક્યતા નહિવત છે.

 

Back to top button