ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અમૃતસરમાં મોટો લઠ્ઠાકાંડ: ઝેરી દારુ પીવાથી 14 લોકોના મૃત્યુ, 5ની હાલત ગંભીર

અમૃતસર, 13 મે 2025: પંજાબના અમૃતસરમાં ઝેરી દારુ પીવાથી 14 લોકોના મૃત્યુ થઈ ગયા છે. જ્યારે 5ની હાલત હજુ ગંભીર હોવાનું કહેવાય છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. આ આખો મામલો મજીઠાના મડઈ ગામ અને ભાગલી ગામનો હોવાનું કહેવાય છે. હાલમાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે.

પોલીસે જણાવ્યું કે, અમૃતસરના જિલ્લા મજીઠાના મડઈ ગામ અને ભાગલી ગામમાં ઝેરી દારુ પીવાથી 14 લોકોના મૃત્યુ થઈ ગયા છે, જ્યારે 5ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. જેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે. તો વળી મૃતકોના મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે અને આ મામલે તપાસ થઈ રહી છે.

અમૃતસર (ગ્રામીણ) ના એસએસપી મનીન્દર સિંહે જણાવ્યું હતું કે ઝેરી દારૂ પીવાથી 14 લોકોના મૃત્યુ થયા છે. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ, વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવશે.

તે જ સમયે, આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે ઝેરી દારૂ પીવાથી 14 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 5 ની હાલત ગંભીર છે. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં ઉલ્લેખનિય છે કે, ઝેરી દારૂ પીવાથી મૃત્યુનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ પંજાબ, બિહાર, મધ્યપ્રદેશ અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આવા કેસ નોંધાયા છે.

આ પણ વાંચો: પદ્મશ્રીથી સન્માનિત કૃષિ વિજ્ઞાનીનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો, કેટલાય દિવસથી ગુમ હતા

Back to top button