ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતીઓ માથે મોટી ઘાત આવશે: કડકડતી ઠંડીની સાથે માવઠાની પણ આગાહી

અમદાવાદ, 05 ડિસેમ્બર 2025: ગુજરાતમાં છેલ્લા થોડાક દિવસોથી ભારે ઠંડી પડી રહી છે. ત્યારે હવે આગામી દિવસોમાં પણ રાજ્યમાં ઠંડીનો વધારે ચમકારો જોવા મળી શકે છે. આ અંગે હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતના વાતાવરણને લઈને આગાહી વ્યક્ત કરી છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુરૂવારે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં વાતાવરણ શુષ્ક રહ્યું. તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. આ સાથે આગામી સાત દિવસ એટલે કે 10 ડિસેમ્બર સુધી લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાનો નથી.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદની કોઈ આગાહી નથી. ગુજરાતમાં અત્યારે પવનની દિશા બદલાઈ છે અને પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યાં છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આપેલી જાણકારી પ્રમાણે આઠ ડિસેમ્બરે રાજ્યમાં એક નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પ્રવેશી શકે છે. જેથી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા છાંટા પડી શકે છે.

માવઠાની આગાહી અંગે અંબાલાલે જણાવ્યું કે રાજ્યમાં પાંચથી 10 ડિસેમ્બર વચ્ચે કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડી શકે છે. જ્યારે 18થી 24 ડિસેમ્બર દરમિયાન એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Back to top button