હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં ખેડૂતો માથે મોટું સંકટ આવ્યું, પરમદિવસથી માવઠું થવાની શક્યતા

અમદાવાદ, 15 ઓક્ટોબર 2025: ગુજરાતમાં હાલ ફુલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જો કે બીજી તરફ ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. કેમ કે 17 તારીખથી ગુજરાતમાં માવઠું થવાના અણસાર વર્તાઈ રહ્યા છે. ગુજરાતમાં ગાજવીજ પવન સાથે હળવા વરસાદની સંભાવના છે. તથા સૌરાષ્ટ્રમાં 17થી 19 ઓક્ટોબરે માવઠાની આગાહી છે. ગુજરાતમાં ઠંડીનો પારો ધીમે ધીમે ઊંચે જઈ રહ્યો છે અને ઓક્ટોબર મહિનાના અંત સુધીમાં ઠંડી જોર પકડશે.
ગુજરાતમાં ચાલું વર્ષે વરસાદે સિઝનના છેલ્લા તબક્કામાં બઘડાટી બોલાવી છે, તેવી જ રીતે શિયાળાની શરુઆત પણ વહેલા થવાના અણસાર દેખાઈ રહ્યા છે. અત્યાર જ રાજ્યમાં મોડી રાતે અને વહેલી સવારે ગુલાબી ઠંડીની અસર દેખાઈ રહી છે. અગાઉ એવું જોવા મળતું હતું કે દિવાળીની આસપાસ ઠંડીની શરુઆત થતી હતી, તે સમય ફરી આવ્યો હોય તેવું લાગે છે. શહેરોમાં દિવસ અને રાતના તપામાન વચ્ચે 10 ડિગ્રી જેટલો તફાવત જોવા મળતા હાલ બેવડી ઋતુનો અનુબવ થઈ રહ્યો છે.
દિવસ દરમ્યાન ગરમી અને રાતે ઠંડીનો અનુભવ થાય છે. અહીં ઉલ્લેખનિય છે કે શિયાળાની ઠંડીનો ચમકારો ગત વર્ષ કરતા આ વખતે વહેલો આવી ગયો છે. ગત વર્ષે આ સમયે રાતે પણ ગરમાવો થતો હતો. હવામાન વિભાગે પણ ચોમાસા જવાની સત્તાવાર જાહેર કરી દીધી છે. ગુજરાતમાં ચોમાસું જતું રહ્યું છે, તેમજ ભારતના અન્ય ભાગમાં પણ ચોમાસું વિદાય લઈ રહ્યું છે. આગામી 7 દિવસ ગુજરાતમાં વાતાવરણ વાદળછાયું રહેશે.
આ પણ વાંચો: WHOની ગંભીર ચેતવણી: તમારા બાળકોને આ સિરપ આપતા હોય તો બંધ કરી દેજો, વૈશ્વિક પ્રતિબંધ લગાવ્યો












