ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

VIDEO : સામાન્ય જનતા પર મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, પેટ્રોલ-ડીઝલના ભાવ પર લોકોએ શું કહ્યું?

Gujarat News: દેશ સહિત ગુજરાતમાં આજે વહેલી સવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આકરો વધારો કરવામાં આવતા સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક બોજ પડ્યો છે. પેટ્રોલમાં પ્રતિ લિટર ₹2.99નો વધારો થતા નવો ભાવ ₹97.43 થયો છે, જ્યારે ડીઝલમાં ₹3.09નો વધારો થતા તે ₹93.29 પર પહોંચ્યું છે.

નવા ભાવથી ગ્રાહકોમાં રોષ જોવા મળ્યો

અગાઉ ડીઝલનો ભાવ 90.11 રૂપિયા હતો. સામાન્ય રીતે ઇંધણના ભાવમાં ફેરફાર રાત્રે 12 વાગ્યે થતો હોય છે, પરંતુ આ વખતે પ્રથમવાર વહેલી સવારે પંપ સંચાલકોને સૂચના આપી તાત્કાલિક અસરથી નવા ભાવ લાગુ કરી દેતા ગ્રાહકોમાં રોષ જોવા મળ્યો છે. અચાનક અમલી બનેલા આ વધારાના કારણે વહેલી સવારે પંપ પર પહોંચેલા વાહનચાલકોને આર્થિક ફટકો પડ્યો હતો.

સુરતના પેટ્રોલ પંપો પર પેટ્રોલ-ડીઝલ નથી ના બોર્ડ લાગ્યા

આ બધા વચ્ચે સુરતના કેટલાક વિસ્તારના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલ નથી ના બોર્ડ લાગ્યા છે. તો વડોદરામાં એક પેટ્રોલ પંપ પર સરકારી વાહન ટેમ્પો ભરી ડીઝલ લઈ જતું જોવા મળ્યું હતું.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સુરતમાં ‘પેટ્રોલ-ડીઝલ નથી’ના બોર્ડ લાગ્યા

સુરતના વરાછા, કતારગામ, ગોથાણ અને વેલંજા સહિતના વિસ્તારોમાં સ્ટોક ખાલી થઈ જવાને કારણે અનેક પેટ્રોલ પંપો પર ‘પેટ્રોલ-ડીઝલ નથી’ તેવા બોર્ડ મારીને પંપ બંધ કરી દેવાયા હતા. નવા સ્ટોકની આવક ન થવાને લીધે સર્જાયેલી આ અછત વચ્ચે કેટલાક પંપો પર માત્ર પ્રીમિયમ પેટ્રોલનું જ વેચાણ કરવામાં આવ્યું હતું, જેના કારણે સામાન્ય જનતાએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચોઃ વર્ક ફ્રોમ હોમ ચકાસવા CMના આદેશ, ઓનલાઈન મિટિંગ કરવા સૂચના
Back to top button