Video : ગુજરાત પોલીસની ઘૂસણખોરો ઉપર સર્જિકલ સ્ટ્રાઈક, અમદાવાદમાં દેશના ઈતિહાસનું સૌથી મોટું ડીમોલેશન

અમદાવાદ, 29 એપ્રિલ : પહલગામ આતંકી હુમલાની ઘટના બાદ સમગ્ર દેશમાં ગેરકાયદે વસતા પાકિસ્તાનીઓ તેમજ બાંગ્લાદેશીઓ સામે તવાઈ બોલાવવામાં આવી છે અને તેમને દેશનિકાલ કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે ગુજરાત પોલીસે પણ ઘૂસણખોરો સામે સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે અમદાવાદ શહેરમાં દેશના ઈતિહાસનું સૌથી મોટું ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે.
અમદાવાદમાં ગુજરાતનું સૌથી મોટુ ડિમોલિશન
ચંડોળા તળાવ પાસે મેગા ડિમોલેશનની કાર્યવાહી શરૂ
અમદાવાદના મિની ‘બાંગ્લાદેશ’ પર તંત્રનું બુલડોઝર
2 હજારથી વધુ હથિયારબંધ પોલીસકર્મીઓ તહેનાત
ઈસનપુર વિસ્તારમાં પણ મોટું પોલીસ બંદોબસ્ત ગોઠવાયું#Ahmedabad #chandola pic.twitter.com/LJTwPIvosz
— DD News Gujarati (@DDNewsGujarati) April 29, 2025
ચંડોળા તળાવ વિસ્તારમાં ડીમોલેશન
આ સૌથી મોટા ડીમોલેશન અંગે જો વાત કરીએ તો અમદાવાદ શહેરમાં આવેલા ચંડોળા તળાવ વિસ્તારમાં આ ડીમોલેશન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ મહાનગર પાલિકા સહિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ ડીમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં લગભગ 1000 જેટલા ગેરકાયદે કાચા અને પાકા મકાનોનો કડુસલો બોલાવવામાં આવનાર છે.
Ahmedabad, Gujarat: Ahmedabad Municipal Corporation carried out a demolition drive at Chandola Lake, targeting illegal settlements by Bangladeshi infiltrators. The area had become the largest hub for infiltrators who had unlawfully occupied the lake pic.twitter.com/OWBUszkwt6
— IANS (@ians_india) April 29, 2025
મીની બાંગ્લાદેશ તરીકે જાણીતો છે વિસ્તાર
મહત્વનું છે કે, આ વિસ્તાર મીની બાંગ્લાદેશ તરીકે જાણીતો છે. અહીં મોટી સંખ્યામાં ગેરકાયદે પ્રવેશ કરેલા બાંગ્લાદેશીઓ વસવાટ કરી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું છે કે તેમના દ્વારા અનેક ગેરકાયદે પ્રવૃત્તિઓ આચરવામાં આવી રહી છે. છેલ્લા 14 વર્ષમાં અહીં આશરે દોઢ લાખ સ્ક્વેર મીટરની સરકારી જમીન પર દબાણ કરાયું છે.
VIDEO | Gujarat: Visuals of preparations for the demolition drive of Chandola Lake in Ahmedabad.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/bY6nvCY9rM
— Press Trust of India (@PTI_News) April 29, 2025












