રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં પડ્યો સૌથી વધુ વરસાદ? જાણો

અમદાવાદ, તા. 20 જુલાઈ, 2025: સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 32 જિલ્લાના 174 તાલુકામાં વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના દાંતામાં સૌથી વધુ 4.35 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે પોરબંદરના રાણાવાવમાં 4.37 ઈંચ, બનાસકાંઠાના લાખણીમાં 2.8 ઈંચ, બનાસકાંઠાના અમીરગઢમાં 2.7 ઈંચ તથા બનાસકાંઠાના પાલનપુરમાં 2.56 ઈંચ વરસાદ વરસ્યો હતો.

છેલ્લા 2 સપ્તાહથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો હતો, જો કે હવે ફરી ધીમે ધીમે વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે. ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં ડિપ્રેશન સક્રિય થતા તેની અસર ગુજરાત પર જોવા મળી રહી છે. આગામી 7 દિવસ હવામાન વિભાગે છૂટછવાયા મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. ઉલ્લેખનીય છે કે, એક ડિપ્રેશન બંગાળની ખાડીમાં પણ સર્જાઇ રહ્યું છે. જેની અસર 23 જુલાઇ બાદ જોવા મળશે. હવામાન વિભાગે 23 જુલાઇ સુધી ભારે સાર્વત્રિક વરસાદની શકયતાને નકારી છે. આ દિવસોમાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે. જો કે 24 જુલાઇ બાદ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઇ રહી છે. જેના પગલે ગુજરાતમાં 24 જુલાઇ બાદ ફરી એક સાર્વત્રિક સારા વરસાદનો રાઉન્ડ શરૂ થઇ શકે છે.
આગામી 24 કલાક ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન છે. ઉત્તર પૂર્વ રાજસ્થાન પર ડિપ્રેશન સક્રિય બન્યું છે. આગાહી મુજબ 40 થી 50 કિ.મી.ની ઝડપે દરિયાકાંઠે પવન ફૂંકાશે. અમદાવાદ અને ગાંધીનગર માં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. વરસાદને લઇને બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગરમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
આ પણ વાંચોઃ અમદાવાદીઓ દર મિનિટે રોંગસાઈડમાં વાહન ચલાવવા બદલ ચૂકવે છે આટલા હજાર રૂપિયાનો દંડ












