ચોમાસાની તારીખ આવી ગઈ: ગુજરાત સહિત સમગ્ર દેશમાં આ દિવસે ચોમાસાની એન્ટ્રી થશે

Gujarat Monsoon date: દેશના મોટા ભાગના વિસ્તારોમાં હાલ તાપમાન વધવા લાગ્યું છે. ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ અને આંધ્ર પ્રદેશમાં પારો 40 સેલ્સિયસને પાર કરી ગયો છે. રાજસ્થાનના બાડમેર-જેસલમેરમાં પારો 41 સેલ્સિયસથી ઉપર પહોંચ્યો છે, જ્યારે મધ્ય પ્રદેશના રતલામમાં પણ તાપમાન 41°Cથી વધુ નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે અઠવાડિયા સુધી કોઈ નવી સિસ્ટમ સક્રિય નહીં થાય, જેના કારણે ગરમી ઝડપથી વધશે.
બીજી તરફ, પૂર્વોત્તર રાજ્યો સિક્કિમ, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, અરુણાચલ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદનું એલર્ટ છે. દક્ષિણ ભારતમાં કેરળ અને કર્ણાટકમાં વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા છે. જમ્મુ-કાશ્મીરના ભદ્રવાહ, ઉત્તરાખંડના કેદારનાથ અને સિક્કિમના લાચેનમાં હિમવર્ષાને કારણે બંધ થયેલા રસ્તાઓ ખોલવાની કામગીરી ચાલી રહી છે. આ સિવાય દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 1 જૂનની આસપાસ કેરળના દરિયાકાંઠે પહોંચી શકે છે. ત્યારબાદ તે આગળ વધતા ભોપાલ સહિત મધ્ય ભારતમાં 15 થી 20 જૂન વચ્ચે દસ્તક દેશે. એપ્રિલના અંતમાં અને મે મહિનાની શરૂઆતમાં પણ વરસાદી ઝાપટાંની સાથે કરા પડવાની શક્યતા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
અંબાલાલ પટેલે ચોમાસા અંગે આગાહી જાહેર કરી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં ચોમાસુ સામાન્યથી થોડું સારુ રહેવાની શક્યતાઓ છે. રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં 98 ટકા સુધી વરસાદ થવાની સંભાવનાઓ છે. જો અરબ સાગરમાં ચક્રવાત કે લો પ્રેશર સિસ્ટમ સક્રિય બને તો વરસાદનું પ્રમાણ વધવાની સંભાવનાઓ છે. અંદામાન અને નિકોબાર વિસ્તારમાં 12થી 20 મે દરમિયાન ચોમાસું બેસી શકે છે. સમયસર વરસાદ પડતો રહે તો ઓછા પ્રમાણ છતાં કૃષિ પાકોને લાભ મળી શકે છે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પાછોતર વરસાદની પણ શક્યતા છે.
આ પણ વાંચો: અંદમાન સાગરમાં મોટી દુર્ઘટના: બાંગ્લાદેશી-રોહિંગ્યાને લઈ જતી બોટ ડૂબી, 250 લોકો ડૂબી ગયા












