ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં ભારે વરસાદનો કહેર: 253 તાલુકામાં વરસાદ, સાંતલપુરમાં 12.25 ઇંચ; 30 હજારથી વધુનું સ્થળાંતર

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. રાજ્યના કુલ 255 તાલુકામાંથી 253માં વરસાદ નોંધાયો હતો. ઉત્તર ગુજરાતમાં વરસાદનું વધુ પ્રભુત્વ રહ્યું હતું. પાટણના સાંતલપુરમાં સૌથી વધુ 12.25 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે રાધનપુરમાં 9.50 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

સૌથી વધુ વરસાદ વાળા તાલુકા

  • સાંતલપુર (પાટણ) – 12.25 ઇંચ
  • રાધનપુર (પાટણ) – 9.50 ઇંચ
  • ભાભર (વાવ-થરાદ) – 7.15 ઇંચ
  • દાંતીવાડા (બનાસકાંઠા) – 7.00 ઇંચ
  • દિયોદર (વાવ-થરાદ) – 6.75 ઇંચ
  • મહેમદાવાદ (ખેડા) – 6.70 ઇંચ
  • થાનગઢ (સુરેન્દ્રનગર) અને વાંકાનેર (મોરબી) – 6.50 ઇંચ
  • નડિયાદ (ખેડા) – 5.50 ઇંચ
  • ધનસુરા (અરવલ્લી), ખેરાલુ (મહેસાણા), હડાદ અને આગથળા (બનાસકાંઠા) – 4.50 ઇંચ
  • દહેગામ (ગાંધીનગર) – 4.25 ઇંચ
  • વિરપુર (મહીસાગર) – 4.00 ઇંચ

સ્થળાંતર અને રેસ્ક્યુ કામગીરી

ભારે વરસાદને પગલે માત્ર એક દિવસમાં  30,736 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને લગભગ 3000 લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. વલસાડમાંથી સૌથી વધુ 14083 નવસારીમાંથી 12367 સુરતમાંથી 2810 અને અમદાવાદમાંથી 417 લોકોને પાણીમાં ફસાયેલા હોવાથી અન્યત્ર સ્થળાંતર કરવું પડ્યું હતું. વલસાડમાંથી એકલા 2665 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરાયું હતું.

1 જૂન 2026થી 23 જુલાઈ 2026 સુધીમાં રાજ્યમાં કુલ 40665 લોકોનું સ્થળાંતર અને6766નું રેસ્ક્યુ કરાયું છે.

જનજીવન ખોરવાયું: 1200થી વધુ રસ્તા બંધ

રાજ્યમાં 1204 રસ્તા વાહનવ્યવહાર માટે બંધ છે. તેમાં 30 સ્ટેટ હાઈવે, 1119 પંચાયત માર્ગ, 4 નેશનલ હાઈવે, 3 NHAI અને 48 અન્ય માર્ગનો સમાવેશ થાય છે. વલસાડમાં સૌથી વધુ 461 નવસારીમાં 248, સુરતમાં 244, તાપીમાં 190, ડાંગમાં 19, સુરેન્દ્રનગરમાં 11 અને અમદાવાદમાં 8 રસ્તા બંધ છે.

વીજળી અને પાણીની સમસ્યા

૪,૦૯૫ ગામડાઓમાં વીજપુરવઠો ખોરવાયો હતો. તેમાંથી ૩,૭૬૨માં પુનઃસ્થાપિત થયો છે, જ્યારે ૩૩૩ ગામડાઓમાં હજુ અંધારપટ છે. ૮,૨૦૭ ફીડર્સ, ૭,૮૮૨ પોલ્સ અને ૪૦૯ ટ્રાન્સફોર્મરને નુકસાન થયું છે.

ડેમ અને જળસ્તરમાં સુધારો

વરસાદને કારણે જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. ૧૦ જળાશયો ૧૦૦% ભરાયા છે અને ૧૫ હાઈ એલર્ટ હેઠળ છે. રાજ્યના ૨૦૭ જળાશયોમાં સરેરાશ ૫૨.૭૨% જળસ્તર છે.

  • સૌરાષ્ટ્ર: ૩૯.૮૯%
  • કચ્છ: ૨૩.૮૯%
  • દક્ષિણ ગુજરાત: ૪૪.૮૦%
  • મધ્ય ગુજરાત: ૪૮.૭૨%
  • ઉત્તર ગુજરાત: ૩૮.૬૩%

સરદાર સરોવરમાં હાલ ૬૮.૩૩% જળસ્તર છે. ૨૪ જળાશયોમાં ૭૦-૧૦૦%, ૨૨માં ૫૦-૭૦%, ૫૦માં ૨૫-૫૦% અને ૧૦૦માં ૨૫%થી ઓછું જળસ્તર છે.

હવામાન વિભાગનું એલર્ટ

આવતીકાલે (૨૬ જુલાઈ) ૭ જિલ્લાઓમાં રેડ એલર્ટ અને ૧૫ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

રેડ એલર્ટ: મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર ઓરેન્જ એલર્ટ: બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ

નાગરિકોને વહીવટી તંત્રની સલાહનું પાલન કરવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ટ્રમ્પનો ચીન-રશિયાને કડક સંદેશ, ઈરાનને હથિયાર ન આપવા કર્યો દાવો

Back to top button