ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ, જાણો ક્યાં પડ્યો સૌથી વધુ

ગાંધીનગર, તા. 6 જુલાઈ, 2025: સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકના વરસાદના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. સૌથી વધુ વરસાદ અરવલ્લીના ભીલોડામાં 6.57 ઈંચ નોંધાયો હતો. વ્યારામાં 5.55 ઈંચ, ડોલવણમાં 5.31 ઈંચ, કપરાડામાં 4.84 ઈંચ, સોનગઢમાં 4.64 ઈંચ, સુરત શહેરમાં 4.56 ઈંચ, ધરમપુરમાં 4.48 ઈંચ, દ્વારકામાં 4.44 ઈંચ વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે રવિવારે, 6 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદના ઓરેન્જ એલર્ટની સાથે અતિભારે વરસાદની આગાહી છે. રાજકોટ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. 7 જુલાઈ, સોમવારે નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ મુજબ, 6 જુલાઈ આસપાસ બંગાળના ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે જે 10 જુલાઈ સુધીમાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે. કેટલાક ભાગમાં 8-10 ઈંચ જેટલો વરસાદ પડશે અને નાના તળાવોના પાળા તૂટી જાય તેવી સંભાવના રહેલી છે, 18 જુલાઈથી વરસાદનું જોર ઘટશે અને ઉપસાગરમાં વરસાદની સિસ્ટમ બનતા ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. 24 થી 30 જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થશે અને 2 થી 8 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે. આ ઉપરાંત તાપી અને નર્મદા નદી બે કાંઠે થવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે.

આ પણ વાંચોઃ ચોમાસા દરમિયાન સુરતમાં ખાડી પૂર કેવી રીતે નિવારી શકાય? સી.આર.પાટીલે કરી બેઠક

Back to top button