ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત સરકારના આ 8 મંત્રીઓ પોતાના ઘર આંગણે ભાજપને જીતાડી શક્યા નહીં, ધબડકો થયો

Gujarat local body election 2026: ગુજરાતમાં 28 એપ્રિલનો દિવસ ગુજરાતન રાજકારણ માટે ખૂબ જ રસાકસીવાળો રહ્યો હતો. કેમ કે ગત રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવ્યા, જેને એક રીતે 2027ની વિધાનસભા ચૂંટણીની સેમિફાઈનલ તરીકે પણ જોવામાં આવી રહી હતી. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપે અગાઉના તમામ રેકર્ડના ભૂક્કા બોલાવી પોતાનું સંખ્યાબળ વધારી ભવ્યાતિભવ્ય વિજયનો પરચમ લહેરાવી દોઢ વર્ષ પછી 2027ના અંતમાં આવનારી વિધાનસભાની ચૂંટણી માટે ફરી એકવાર જીત પાક્કી કરી લીધી છે.

જો કે, આ શાનદાર બાદ કમલમ ખાતે ભાજપની બેઠક મળશે, જેમાં જીતનું વિશ્લેષણ કરવામાં આવશે. આ જીતની ખુશીની બીજી બાજુએ રાજ્ય સરકારના આઠ મંત્રીઓ પોતાના ઘર આંગણે ભાજપને જીતાડવામાં નિષ્ફળ ગયાં છે.

સરકારના આઠ મંત્રીઓ ભાજપને જીતાડી ના શક્યા

ગુજરાતમાં સરકારના આઠ મંત્રીઓ ઘર આંગણે જ ભાજપને જીતાડી શક્યા નહોતા. શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્ન વાજાના ગામમાં કોંગ્રેસનો વિજય થયો છે. કૃષિમંત્રી જીતુ વાઘાણીના બગદાણામાં કોંગ્રેસનો વિજય થયો છે. વનમંત્રી અર્જૂન મોઢવાડિયાના ગામમાં AAPની જીત થઈ છે. મંત્રી પી.સી.બરંડાની ભિલોડા-મેઘરજ બેઠક પર ભાજપની હાર થઈ છે. મંત્રી ત્રિકમ છાંગાના ગામ કચ્છના રતનાલમાં કોંગ્રેસનો વિજયી પ્રારંભ થયો છે. મંત્રી સ્વરૂપજી ઠાકોરની સુઈગામ બેઠક પર અપક્ષની જીત થઈ છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કમલમ ખાતે બેઠકનું આયોજન કરાયું

આ ચૂંટણી પરિણામો બાદ હવે ગાંધીનગરમાં કમલમ ખાતે બેઠકનું આયોજન કરાયું છે. મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સહિત મહામંત્રીની બેઠક યોજાશે. ચૂંટણીના પરિણામોનું ઝોન પ્રમાણે વિશ્લેષણ થશે. મનપામાં નવી બોડી બનાવવાની પ્રક્રિયા મુદ્દે ચર્ચાઓ થશે. ચૂંટણીના મતદાન પહેલા જ ભાજપે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા નેતાઓ અને કાર્યકરોને સસ્પેન્ડ કરી નાંખ્યા છે.

આ પણ વાંચો: ચાલુ મેચમાં ડ્રેસિંગ રુમમાં રાજસ્થાનની ટીમનો કપ્તાન રિયાન પરાગ ઈ સિગરેટ પીતા ઝડપાયો

Back to top button