કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: ગેરકાયદે સિંહ દર્શન કરવો ભારે પડ્યું, વન વિભાગે 90 હજારનો દંડ ફટકાર્યો

  • ધારીમાં ગેરકાયદે સિંહ દર્શન કરવો ભારે પડ્યું
  • વન વિભાગે પાંચ શખસોને રૂ.90 હજારનો દંડ ફટકાર્યો
  • કોદિયા વીડી વિસ્તારમાંથી પાંચ શખસોને ફોરેસ્ટ વિભાગે ઝડપી પાડ્યા

ગીર, 6 જૂન, 2025 – Illegal lion sighting ધારી ગીર પૂર્વના ખાંભા તુલસીશ્યામ રેંજના કોદિયા વીડી વિસ્તારમાં ગેરકાયદે સિંહ દર્શન કરનાર તત્ત્વો સામે વન વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. કોદીયા વીડીમાં વિસ્તારમાં મોડી રાત્રે કાર લઈને સિંહ દર્શન માટે ઘૂસી રહેલા પાંચ શખસોને વન વિભાગે ઝડપી પાડ્યાં છે. વન વિભાગે 90,000 રૂપિયાનો દંડ ફટકારી કડક કાર્યવાહી કરી છે.

કોદિયા વીડી વિસ્તારમાંથી પાંચ શખસોને ફોરેસ્ટ વિભાગે ઝડપી પાડ્યા

મળતી માહિતી અનુસાર, ખાંભા તુલસીશ્યામ રેંજના કોદિયા વીડી વિસ્તારમાંથી પાંચ શખસોને ફોરેસ્ટ વિભાગે ઝડપી પાડ્યા છે. ખાંભા વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન કોદિયા વીડીમાં વિસ્તારમાં ગેરકાયદે સિંહ દર્શન કરનાર ભાવનગરના 2 અને ખાંભાના 3 શખસો સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. આ પાંચ શખસો સામે કાયદેસરની કાર્યવાહી કરી 90,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આ પણ વાંચોઃ અમદાવાદ: સાબરમતી નદી શુદ્ધિકરણની કામગીરી ઉપર પૂર્ણ વિરામ, જાણો કેટલા ટન પ્લાસ્ટિકનો કચરો કઢાયો

આ પણ વાંચોઃ અમદાવાદ: સાબરમતી નદી શુદ્ધિકરણની કામગીરી ઉપર પૂર્ણ વિરામ, જાણો કેટલા ટન પ્લાસ્ટિકનો કચરો કઢાયો

Back to top button