ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં IAS અધિકારીઓની નવી નિમણૂક અને બદલીથી વહીવટી માળખામાં ફેરફાર, જુઓ સંપૂણ યાદી

IAS Officers Transfer: ગુજરાત સરકારે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા IAS અધિકારીઓની બદલી, વધારાનો ચાર્જ અને નવી નિમણૂકનું જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં IAS બી.એ. શાહને કમિશનર ઓફ લેન્ડ રિફોર્મ્સ અને એક્સ-ઓફિસિયો સેક્રેટરી (મહેસૂલ વિભાગ) તરીકે બદલી કરવામાં આવી છે. IAS આર્દ્રા અગ્રવાલ અને IAS ડૉ. રતનકંવર એચ. ગઢવીચરણને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જ્યારે IAS અરવિંદ વી.ને નાણાં વિભાગ (બજેટ)ના સંયુક્ત સચિવ તરીકે નવી નિમણૂક કરવામાં આવી છે.

જુઓ સંપૂણ યાદી:

સામાન્ય વહીવટ વિભાગે IAS અધિકારીની બદલી, વધારાનો ચાર્જ અને નવી નિમણૂક કરી, જુઓ યાદી 2 - image

ડૉ. રતનકંવર એચ. ગઢવીચરણ, જેઓ કમિશનર ઓફ હેલ્થ (રૂરલ) અને નેશનલ હેલ્થ મિશનના એક્સ-ઓફિસિયો મિશન ડાયરેક્ટર તરીકે કાર્યરત છે, તેમને હવે ગાંધીનગર ખાતે ‘કમિશનર, ન્યુટ્રિશન મિશન’નો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ પોસ્ટ સરકારના ‘સેક્રેટરી’ સમકક્ષ ગણવામાં આવે છે.

IAS બી.એ. શાહ, જેઓ ગાંધીનગરના સેટલમેન્ટ કમિશનર અને ડાયરેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ્સ તરીકે ફરજ બજાવતા હતા, તેમની હવે કમિશનર ઓફ લેન્ડ રિફોર્મ્સ અને એક્સ-ઓફિસિયો સેક્રેટરી (મહેસૂલ વિભાગ) તરીકે કાયમી ધોરણે બદલી અને નિમણૂક કરવામાં આવી છે. તેઓ અત્યાર સુધી જમીન સુધારણા કમિશનર અને મહેસૂલ વિભાગના પદનો વધારાનો ચાર્જ સંભાળતા હતા.

IAS આર્દ્રા અગ્રવાલ, જેઓ જી.એ.ડી. (પ્લાનિંગ)ના સેક્રેટરી છે, તેમને IAS બી.એ. શાહની બદલી થતાં ખાલી પડેલી સેટલમેન્ટ કમિશનર અને ડાયરેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ્સની જગ્યાનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.વર્ષ 2014ની બેચના IAS અધિકારી અરવિંદ વી.ને સચિવાલય, ગાંધીનગર ખાતે નાણાં વિભાગ (બજેટર)ના સંયુક્ત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, તેમને અમદાવાદના એડિશનલ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સનો વધારાનો ચાર્જ પણ સોંપાયો છે, જેથી IAS ડૉ. પ્રશાંત જીલોવા આ ચાર્જમાંથી મુક્ત થશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

 

આ પણ વાંચો :Russian Oil Imports: રશિયન તેલ મુદ્દે ભારત ઝુકશે નહીં: સરકારનો સ્પષ્ટ જવાબ

Back to top button