ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત : અંબાજીમાં થશે હોળીની ઉજવણી, હોલિકા દહનની તારીખ અને સમય જાહેર

  • યાત્રાધામ અંબાજી મંદિરમાં ઉજવાતા હોળીના તહેવારનું વિશેષ મહત્ત્વ
  • હોળીના પર્વ પર ભક્તો દૂર દૂરથી માતાના દર્શને આવે છે
  • અંબાજી મંદિરમાં પૂનમ ભરવા આવનારા માટે પૂનમ 14મી માર્ચે ગણાશે

યાત્રાધામ અંબાજી મંદિરમાં ઉજવાતા હોળીના તહેવારનું વિશેષ મહત્ત્વ છે. હોળીના પર્વ પર ભક્તો દૂર દૂરથી માતાના દર્શને આવે છે. આ વર્ષે ફાગણ સુદ પૂનમ બે ભાગમાં વહેંચાયેલી હોવાથી ભક્તોમાં ઘણી મૂંઝવણ છે. તેથી હોલિકા દહન ક્યારે થશે તેની માહિતી અંબાજી મંદિર દ્વારા આપવામાં આવી છે.

હોળી આમતો ફાગણ સુદ પૂર્ણિમાનાં દિવસે પ્રગટાવવામાં આવે છે

હોળી આમતો ફાગણ સુદ પૂર્ણિમાનાં દિવસે પ્રગટાવવામાં આવે છે. પણ આ વખતે કેલેન્ડરમાં બે પુનમ એટલેકે 13મી અને 14મી માર્ચ આમ બે દિવસ છે. જેમાં ફાગણ સુદ પૂર્ણિમા 13મી માર્ચે સવારે 10.35 પૂનમ પ્રારંભ થઈ રહી છે, બીજા દિવસ 14મી માર્ચે બપોરે 12.23 કલાકે પૂનમ પૂર્ણ થશે. હોળીકા દહન સંધ્યાકાળે પ્રગટાવવામાં આવતી હોવાથી આ વખતે અંબાજીમાં હોળી ફાગણ સુદ પૂર્ણીમાના આગલા દિવસે 13મી માર્ચે સાંજના 07.00 કલાકે પ્રગટાવવામાં આવશે. સાથે અંબાજી મંદિરમાં સાંજે 06.30 કલાકે થતી આરતી પણ હોળી પ્રગટાવ્યા બાદ જ કરવામાં આવશે.

અંબાજી મંદિરમાં પૂનમ ભરવા આવનારા માટે પૂનમ 14મી માર્ચે ગણાશે

અંબાજી મંદિર પૂનમની આરતી 14મી માર્ચે સવારે 6.00 કલાકે કરવામાં આવશે. આમ આ વખતે અંબાજી આવતા યાત્રિકોના બે પૂનમની આરતીનો લાભ મળશે અને વ્રતની પૂનમ તેમજ જે અંબાજી મંદિરમાં પૂનમ ભરવા આવનારા માટે પૂનમ 14મી માર્ચે ગણાશે.

આ પણ વાંચો: અમદાવાદમાં હીટવેવની આગાહી વચ્ચે સ્કૂલ બોર્ડનો મહત્ત્વનો નિર્ણય

Back to top button