ગુજરાતની આ ગ્રામ પંચાયતમાં સરપંચની દાદાગીરી! ફોન કરીને RTI કરનારને આપી ખુલ્લી ધમકી
Ahmedabad News : અમદાવાદના RTI કરનાર વ્યક્તિ દ્વારા સાણંદના વાસણા-ચાચરવાડી પંચાયતમાં ભરપૂર ભ્રષ્ટાચાર થતો હોવાની સૂત્રો દ્વારા જાણ થતાં તેમણે સરપંચ પાસેથી વિવિધ કામો અંગેની RTI કરીને માહિતી માંગી હતી. આ વિગતો માટે આરટીઆઈ કરી તો સરપંચ સહિતના લોકોએ RTI કરનાર સાથે ફોન પર દાદાગીરી કરીને ધમકી આપી હતી. એટલું જ નહીં પંચાયતની હદમાં આવતી પ્રોપર્ટીને નુકશાન પણ પહોંચાડવામાં આવ્યું હતું. સરપંચ પ્રવિણભાઈ ચૌહાણે (Pravinbhai Chauhan) ફોન કરીને RTI કરનાર વ્યક્તિ સાથે ફોન પર ઉંચા અવાજે વાત કરી હતી, જેની ઓડિયો ક્લિપ પણ સામે આવી છે. હાલ આ વીડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
ઉલ્લેખનીય છે કે, ગ્રામ પંચાયત દ્વારા મનઘડત રીતે આચરવામાં આવતી પ્રોપર્ટી ટેક્સની આકારણી સંદર્ભે આર.ટી.આઈ કરતા તેની માહિતી આપવાને બદલે RTI કરનાર વ્યક્તિને વિરોધ અને દબાણનો સામનો કરવો પડ્યો હતો. સત્તાધીશો સત્તાનો દૂરઉપયોગ કરીને અયોગ્ય લાભ મેળળવા માટે ચોક્કસ લોકોને જ કામ આપવાનું દબાણ કરવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે, આમ તો કોઈ વ્યક્તિ RTI કરીને વિગતો માંગે તો તે તમામ વિગતો તલાટીએ આપવાની હોય છે પરંતુ આ કેસમાં સરપંચે માહિતી આપી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ફોન કરીને RTI કરનારને સરપંચ પ્રવિણભાઈ ચૌહાણે કહ્યું હતું કે, ‘RTIની વિગતો લઈ જજો.’ આ દાદાગીરીવાળું વર્તન જોતાં સરપંચે ભ્રષ્ટાચાર કર્યો હોય તેવું લાગી રહ્યું છે.

સરપંચે મોબાઈલમાં ઉંચા અવાજમાં કરી વાત
સરપંચ દ્વારા મોબાઈલ પર ઉંચા અવાજે અને અયોગ્ય ભાષામાં વાત કરવામાં આવી હતી. મોબાઈલ પર સ્પષ્ટ સંભળાઈ રહ્યું છે કે, સરપંચ RTI કરનાર વ્યક્તિને કહી રહ્યા છે કે, ‘એલા ભાઈ તે RTI કરીને વાસણા-ચાચરવાડી સરપંચની વિગતો માંગી છે, સરપંચ બોલું છું તું અહીં તારી RTIની વિગતો લેવા આવજે હો..’ આ રીતે ઉંચા અવાજે બોલીને જાણે RTI કરનાર વ્યક્તિને ડરાવવાની કોશિશ કરતા હોય તેમ લાગી રહ્યું છે. આ મામલે RTI કરનાર વ્યક્તિને સરપંચ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહત્વની વાત એ છે કે, સરપંચ દાદાગીરી અને ધમકી આપી રહ્યા હોય તેવું સ્પષ્ટ ઓડિયો ક્લિપમાં લાગી રહ્યું છે.
આ મામલે RTI કરનાર વ્યક્તિએ ચાંગોદર પોલીસ સ્ટેશનમાં મનસુખ પ્રજાપતિ, ગૌતમભાઈ મકવાણા, અમૃતભાઈ ભરવાડ, જગાભાઈ ભરવાડ, જગાભાઈ પટેલ સામે ગેલોપ્સ ઈન્ડસ્ટ્રીયલ પાર્કની ગેરકાયસર રીતે બ્રાઉન્ડ્રી વોલ તોડવાની લેખિતમાં ફરિયાદ પણ નોંધાવી છે. આ દિવાલ આશરે 25થી 30 ફૂટ જેટલી તોડી પાડવામાં આવી છે જેનું અંદાજિત નુકસાન 12,00,000 જેટલું થયું છે. દિવાલ તોડી પાડવાના કારણે કંપનીને પણ સુરક્ષાની ગંભીર સવાલો ઉભા થયા છે.

RTI કરનાર વ્યક્તિએ ગેલોપ્સ ઈન્ડસ્ટ્રિયલ પાર્ક સંબંધિત ગેરકાયદેસર તોડફોડ, ધમકી, ખંડણી તેમજ પંચાયતના કામોમાં થતાં ભ્રષ્ટાચાર અને સત્તાનો દુરુપયોગ બાબતે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી હતી, જેમાં જણાવ્યું હતું કે, હું RTI કરનાર વ્યક્તિ, એન.જી. રિયાલટી પ્રા.લી. વતી સત્તાધિકૃત વ્યક્તિ તરીકે જેની ૨જીસ્ટર્ડ ઓફીસ નં. 101થી 108, પલક પ્રાઈમ, હોટલ ડબલ ટ્રી બાય હીલ્ટનની સામે, ઈસ્કોન – આંબલી રોડ, આંબલી, અમદાવાદ – 380058 ખાતે આવેલ છે જે આ પત્ર દ્વારા રાજ્યનાં ઔદ્યોગિક વાતાવરણ અને અમારી ઈન્ડસ્ટ્રિયલ પાર્કની કામગીરીને ગંભીર અસર કરતી બાબતે આપનો તાત્કાલિક હસ્તક્ષેપ વિનંતીપૂર્વક માંગુ છું.
અમો ગેલોપ્સ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક – 1નાં ગામ-રજોડા, તા. બાવળા, જિ. અમદાવાદનાં ડેવલોપર છીએ. અમારો પાર્ક ઈન્ડસ્ટ્રિયલ પાર્ક ગુજરાત રાજ્ય સરકારની ઈન્ડસ્ટ્રિયલ પાર્ક યોજના હેઠળ નોંધાયેલ ગવર્નમેન્ટ એપ્રુવ્ડ પાર્ક છે તથા અમારાં ઈન્ડસ્ટ્રિયલ પાર્કમાં અનેક માઈક્રો, સ્મોલ, મીડિયમ અને લાર્જ સ્કેલ તેમજ આંતરરાષ્ટ્રિય એમ.એન.સી. કંપનીઓ આવેલી છે. આ પાર્ક ઔદ્યોગિક વિકાસ અને અનેક લોકોને રોજગાર સર્જનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
આપશ્રીને જણાવવાનું કે, અમો અરજદારે તા. 13/08/2025નાં રોજ કેટલાંક ઈસમોએ મોટાં વાહનો જેવાં કે, ટ્રેક્ટર, જે.સી.બી. (વિગેરે) દ્વારા ગેરકાયદેસર રીતે અમારાં ગેલોપ્સ ઈન્ડસ્ટ્રિયલ પાર્કની ગેરકાયદેર રીતે કોઈપણ કાનુની અધિકાર વીના બાઉન્ડ્રી વૉલ ભંગ કરીને તોડફોડ કરી અને પાર્કની અંદર પ્રવેશ કરીને મીલકતને ગંભીર નુક્સાન પહોંચાડ્યું, તેમજ ભય અને અશાંતીનું વાતાવરણ ઉભું કરેલ અને અવાર-નવાર એટ્રોસીટીની ધમકી પણ આપે છે.
આ બાબતે અમે 30/08/2025નાં રોજ સંબંધીત પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરેલ તે ફરીયાદ અંતર્ગત પોલીસ એફ.આઈ. આર. નંબર – 11192015251 અમો દ્વારા કરવામાં આવેલ હતી. જે બાબતે અમારી ફરીયાદ અંતર્ગત તમામ પ્રકારનાં પુરાવા આપવામાં આવ્યાં હોવાં છતાં યોગ્ય તપાસ થયેલ નથી તેમજ આ ગેરકાયદેસર કૃત્યમાં ઉપયોગ કરવામાં આવેલ ટ્રેક્ટર અને જે.સી.બી. જેવાં સાધનોને જપ્ત કરવામાં આવેલ નથી. તેમજ તપાસમાં મળી આવતાં તમામ મનઘડત રીતે તેમજ મનસ્વી પણે આચરવામાં આવતી પ્રોપર્ટી ટેક્સની આકારણી સંદર્ભે આર.ટી.આઈ. કરેલ નથી. તદ્દ ઉપરાંત આ બાબતની ચકાસણી કરવા માટે અમો દ્વારા કરવામાં આવેલ ગ્રામ પંચાયત દ્વારા લોકોની અટકાયત પણ કરવામાં આવેલ નની. આ તપાસમાં પોલીસ ઈન્સ્પેક્ટર દ્વારા યોગ્ય તપાસ કરવો પડ્યો છે.
નોંધનીય છે કે, સરપંચ દ્વારા તેમજ કેટલાક અસામાજિક તત્ત્વોને સમર્થન આપવામાં આવી અરજી દાખલ કરેલ હતી પરંતુ અમોને માહિતી આપવાનાં બદલે અમોને વિરોધ અને દબાણનો સામનો રીતે બાઉન્ડી વોલ તોડી અને અમારાં ઈન્ડસ્ટ્રિયલ પાર્કની ખાનગી હદની અંદર આવી કેટલાંક ઈસમોએ રહ્યું છે અને ઈન્ડસ્ટ્રિયલ પાર્કની કાયદેસર પ્રવૃત્તિઓમાં અડચણ ઉભી કરવામાં આવી રહી છે. તે સંદર્ભે બદલાની ભાવનાથી ગામનાં સરપંચ અને તેમનાં ઈસમો દ્વારા અમારી ગેલોપ્સ ઈન્ડસ્ટ્રિયલ પાર્કની ગેરકાયદેર અનાધિકૃત રીતે પાળ બાંધી દીધેલ છે. તેમજ આ ઈસમો દ્વારા ફક્ત ને ફક્ત તેમનાં જે.સી.બી. ટેક્ટરો અને ડમ્પરોનો ઉપયોગ કરાવવાની ગુનાહીત પ્રવૃત્તિ આચરે છે અને દાદાગીરી કરી અન્ય કોઈપણ સ્વતંત્ર સંસ્થા કે વ્યક્તિનાં જે.સી.બી., ટ્રેક્ટરો અને ડમ્પરોનો ઉપયોગ કરવા દેતાં નથી અને તેમને ભગાડી દેવામાં આવે છે અને અસામાજિક તત્ત્વો દ્વારા ખનીજ ચોરી અને તેની રોયલ્ટી ચોરી જેવી ગંભીર અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરે છે તેમજ ડેવલપર સામે સત્તાધિકારી દ્વારા સત્તાનો દુરુપયોગ કરી અને અયોગ્ય લાભ મેળવવાનાં પ્રયાસ હેઠળ ચોક્કસ ગામ લોકોને જ કામ આપવાનું દબાણ કરવામાં આવે છે. આર.ટી.આઈ ની અરજી બાદ મને વ્યક્તિગત રીતે પંચાયત કચેરી તરફથી મોબાઈલ નંબર -9586138975 પરથી એલ-ફેલ (અયોગ્ય) ભાષામાં વાત કરી ધમકી આપવામાં આવી હતી તેની ઓડીયો ક્લીપ આ સાથે સામેલ છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આર.ટી.આઈ. હેઠળ માંગવામાં આવેલી માહિતી માટે દબાણ અને ધમકી આપવી લોકશાહી અને કાનૂની વ્યવસ્થાનાં વિરોધાભાસી છે અને ચૂંટાયેલા પ્રતિનિધિ માટે અસંગત વર્તન છે. આજ રોજ અમારાં પાર્કની અંદર પ્રવેશ કરીને તોડફોડ કરી, મીલકતને ગંભીર નુક્સાન પહોંચાડેલ છે. જેની વીડિયો ક્લીપ આધાર પુરાવારૂપે આ સાથે સામેલ છે. ઉપરોક્ત પરસ્થિતિને કારણે ઈન્ડસ્ટ્રિયલ પાર્કમાં કાયદો અને વ્યવસ્થા બગડવાની સ્થિતિ સર્જાઈ છે જેના કારણે રોકાણકારોમાં વિશ્વાસ ઘટી રહ્યો છે અને ઉદ્યોગોની નિયમિત કામગીરી પર પ્રતિકૂળ અસર પડી રહી છે. આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ રહે તો રાજયની ઔદ્યોગિક છબીને નુક્સાન થઈ શકે છે. આથી, આપશ્રીને નમ્ર વિનંતી છે કે, સંબંધિત સત્તાવાળાઓને યોગ્ય અને સમયબદ્ધ તપાસ કરવા, ગેરકાયદેસર તોડફોડમાં સંડોવાયેલા તમામ વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવા, ઉપયોગમાં લેવાયેલા સાધનો જપ્ત કરવા, પંચાયત સત્તાધિકારીઓનાં વર્તન અંગે તપાસ શરૂ કરવા, ડેવલપર પર ગેરકાયદેસર દબાણ રોકવા અને ઈન્ડસ્ટ્રિયલ પાર્કમાં શાંતિ અને સુરક્ષા જાળવવા જરૂરી પોલીસ રક્ષણ આપવાનાં હુકમ કરવા કૃપા કરશો. ગુજરાત રાજયનાં ઔદ્યોગિક વિકાસ પ્રત્યે આપના પ્રતિબદ્ધ નેતૃત્વ પર અમોને સંપૂર્ણ વિશ્વાસ છે અને ન્યાયપૂર્ણ કાર્યવાહી થશે તેવી આશા રાખીએ છીએ. આપના સકારાત્મક અને તાત્માલિક પ્રતિસાદની અપેક્ષા સાથે.
આ પણ વાંચો : Gujarat: ક્યારેક લેટ તો ક્યારેક ફેલ, મુસાફરો માટે ST બની માથાનો દુ:ખાવો












